માંગરોળ તાલુકાનાં વડોલી ગામે તળાવ ખોદવા અંગે ગ્રામસભાએ કરેલો ઠરાવ રદ કરવા મામલતદાર-ટી.ડી.ઓ.ને ગ્રામજનોએ લેખીતમાં કરેલી ફરિયાદ
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : માંગરોળ તાલુકાનાં વડોલી ગામે તળાવ ખોદવા અંગે ગ્રામપંચાયતે જે ઠરાવ કર્યો છે, એ ઠરાવ રદ કરવા અંગે કેટલાંક ગ્રામજનોએ માંગરોળના મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીને લેખીતમાં ફરિયાદ કરી આ ઠરાવ રદ કરવા માંગ કરી છે.
વડોલી ગામે જે હયાત તળાવ છે તેને ઉડું કરવા અંગે ગ્રામપંચાયતે જે ઠરાવ કર્યો છે તે ગ્રામજનોને વિશ્વાસમાં લીધા વીનાં કર્યો હોય આ ઠરાવ ગ્રામજનોને મંજુર નથી જેથી આ ઠરાવ રદ કરી આ અંગે નવો ઠરાવ કરવા ફરીથી ગ્રામસભા બોલાવવામાં આવે અને આ ગ્રામસભામાં તાલુકા કક્ષાએથી પણ અધિકારીઓ હાજર રહે એવી માંગ કરવામાં આવી છે. ખોદકામનો જે ઓર્ડર આપવામાં આવ્યો છે, તેનાં ઉપર કામ બંધ કરવામાં આવે એવું કરેલી ફરિયાદમાં જણાવાયું છે.