માંગરોળ તાલુકા TSPનાં આયોજન માટે વનમંત્રીનાં અધ્યક્ષસ્થાને મળેલી બેઠક
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : માંગરોળ તાલુકાનું ટ્રાયબલ સબપ્લાન્ટ માંડવી, કચેરી દ્વારા, માંગરોળ તાલુકાના વિવિધ કામોનું આયોજન કરવા માટે માંગરોળ તાલુકા પંચાયત કચેરીનાં સભાખંડમાં આ વિસ્તારનાં ધારાસભ્ય અને રાજયનાં વનમંત્રી ગણપતસિંહ વસાવના અધ્યક્ષસ્થાને યોજાઈ ગઈ છે.
માંગરોળ તાલુકા માટે વિવિધ કામો માટે ત્રણ કરોડ,નવ્વાણું લાખ,ચોરાણું હજાર રૂપિયાની સને ૨૦૨૦/૨૦૨૧ નાં ન્યુ ગુજરાત પેટર્ન યોજનાની ૯૬ ટકા ની સંભવિત જોગવાઈ હેઠળ આ આયોજન કરવામાં આવ્યું છે.જેમાં પાક કૃષિ, હોર્ટિકલચર, ભૂમિ અને જળ સંરક્ષણ,પશુપાલન, ડેરી વિકાસ, મત્સ્યઉદ્યોગ, વનવિકાસ, સહકાર, ગ્રામ્યવિકાસ, નાની સિંચાઈ, વિસ્તાર વિકાસ, વીજળી, ગ્રામ્ય અને લઘુઉદ્યોગ, માર્ગ અને પુલો,સામાન્ય શિક્ષણ, તાંત્રિક શિક્ષણ, તબીબી અને આરોગ્ય, પાણી પુરવઠો અને સ્વચ્છતા, પછાતવર્ગનું કલ્યાણ, શ્રમ અને રોજગાર, પોષણ, મધ્યાહન ભોજન યોજના વગેરે યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, આ યોજનાઓ અંતર્ગત કુલ ત્રણ કરોડ, નવ્વાણું લાખ, ચોરાણું હજાર રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, આ અંગે ચર્ચા વિચારણા કરી આ આયોજનને બહાલી આપવામાં આવી હતી, આ બેઠકમાં પ્રયોજન વહીવટદાર એ.એમ. ભરાડા, તાલુકા પંચાયતના પ્રમુખ જગદીશભાઈ ગામીત,જિલ્લા પંચાયતનાં સદસ્યો દીપકભાઈ વસાવા, ચંદુભાઇ વસાવા, ટી.ડી.ઓ. દિનેશભાઇ પટેલ, મામલતદાર મંગુભાઈ વસાવા, રાજુભાઇ પાનવાલા, ડી.જી.વી.સી.એલ.નાં નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી ચૌધરી, સિંચાઈ વિભાગનાં વી.એમ.રણા, રમેશભાઈ ચૌધરી વગેરે હાજર રહ્યાં હતાં.