શકિત-કાનૂની સહાય અને માનવ અધિકાર કેન્દ્ર સોનગઢ દ્વારા ૧૦૫૦ જેટલા જરૂરિયાતમંદ લોકોને શાકભાજી અને ઘરગથ્થુું સમાનની કીટનું વિતરણ
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : શકિત-કાનૂની સહાય અને માનવ અધિકાર કેન્દ્ર સોનગઢ તરફથી નિઝર, કુકરમુંડા, ઉચ્છલ, સોનગઢ, વ્યારા તાલુકાઓમાં તારીખ : ૬/૬/૨૦૨૦ના રોજ જરૂરિયાત મંદ લોકોને શાકભાજી અને ઘરગથ્થુું સમાનની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. માનવ સેવા એજ પ્રભુ સેવા છે. જે સાચા અર્થમાં પ્રભુસેવા છે. ત્યારે કોરોના વાઇરસની મહામારી સમયે સેવા ભાવી સંસ્થા શક્તિ-કાનૂની સહાય અને માનવ અધિકાર કેન્દ્ર સોનગઢ દ્વારા તાલુકાઓનાં ગામોમાં જરૂરિયાત મંદ ૧૦૫૦ જેટલા લોકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. નિરાધાર બહેનો, વિધવા બહેનો અને ભાઈઓને શાકભાજી, મરી, મસાલો, તેલ, ખાંડ, ચા, સાબૂ, મીઠુ વગેરેનુ વિતરણ કરવામાં આવ્યું હતું. શક્તિ-કાનૂની સહાયના ડાયરેકટરશ્રી રમેશભાઈ તડવી તથા શક્તિ-કાનૂની સહાય અને માનવ અધિકાર કેન્દ્રના અન્ય કાર્યકર્તાઓ અને સામાજિક કાર્યકર્તા નેતિકભાઈ ગામિતના હસ્તે કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.