ચાંપાવાડી પી.એચ.સી. ખાતે વિના મૂલ્યે નેત્રયજ્ઞનું આયોજન કરાયું : કુલ 166 દર્દીઓએ કેમ્પનો લાભ લીધો

0
IMG-20251216-WA0012
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  રોટરી ક્લબ ઓફ વ્યારા અને રોટરી વ્યારા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તા. 16-12-25 ને મંગળવારે PHC ચાંપાવાડી ખાતે મફત ચક્ષુ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પના આયોજન માટે રોટરી વ્યારા ચેરીટેબલના પ્રમુખ સમીર વાણી રોટરી ક્લબ વ્યારાના સિનિયર રોટેરિયન નિલેષ સોનીએ ભારે જહેમત ઉઠાવી. આંખની તપાસ માટે રોટરી આઇ ઇન્સ્ટિટ્યૂટ, નવસારીના ડોક્ટરો અને ઓપ્ટોમેટ્રિસ્ટ ની ટીમ હાજર રહી હતી.

સવારે 9.00 થી બપોરે 1.00 કલાક સુધી વિવિધ પ્રકારે ઝીણવટભરી આંખની તપાસ કરી લાભાર્થીઓને નજીકના અને દૂરની દ્રષ્ટી સમસ્યાઓ નજીકના ચશ્મા અને આંખમાં નાંખવાના ટીપાં આપવામાં આવ્યા. કેમ્પમાં કુલ 166 લાભાર્થીઓ નોંધાયા હતા. તે પૈકી 86 લાભાર્થીઓને દૂરના – નજીકના ચશ્મા આપવામાં આવ્યા અને 49 લાભાર્થીઓને વધુ તપાસ માટે નવસારી રોટરી આઇ ઇન્સ્ટિટ્યૂટ ખાતે રિફર કરવામાં આવ્યા છે. 46 લાભાર્થીઓને મોતિયાના ઓપરેશનનું નિદાન કરવામાં આવ્યું અને તે પૈકી પ્રથમ 31 લાભાર્થીઓને તા. 17-12-2025 ને બુધવારે રોટરી આઇ ઇન્સ્ટિટ્યૂટ, નવસારીનું વાહન આવી લઈ જશે અને બાકીના 15 લાભાર્થીઓને તા. 19-12-2025 ને શુક્રવારે લઈ જવામાં આવશે. દરેક લાભાર્થીને એમના એક અંગત વ્યક્તિ સાથે નવસારી રોટરી આઇ ઇન્સ્ટિટ્યૂટ મુકામે ઓપરેશન – રહેવા – ભોજનની વિના મૂલ્યે સેવા આપવામાં આવશે. કેમ્પમાં આવેલ રોટરી આઇ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટરો અને ઓપ્ટોમેટ્રિસ્ટની ટીમ અને સ્વયંસેવકો માટે નાસ્તાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. કેમ્પને સફળ બનાવવા માટે રોટરી પ્રમુખ ઋજુતા ગાંધી, પ્રોજેકટ ચેર – નિલેષ સોની, રાજેશ શેઠ, ગૌરાંગ દેસાઈ ઉપસ્થીત રહ્યા હતા. આવનારા મહિનાઓમાં રોટરી પંચોલ આશ્રમ શાળા, વેડછી અને બુહારી મુકામે આવા કેમ્પ કરવાનું આયોજન કર્યું છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *