હથોડા ગામે યોજાયેલા રક્તદાન શિબિરમાં ૧૦૪ બોટલ રક્તદાન કરાયું
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : માંગરોળ તાલુકાના હથોડા ગામે, સરદાર વલ્લબભાઈ પટેલ બ્લડ બેંક, સુરતનાં સહકારથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આયોજક તરીકે હથોડાનાં ડો. બિલાલ હિદાયત, ડૉ.નાઝિમ ખાન રસીદખાન, કુત્બુદ્દીન હાફેજી, સફિક મિર્ઝા,મોહમ્મદ ચક્કીવાલા, સોયેબ આઝમ, આલમ આરફ, તથા ગામના અનેક યુવાનોએ સાથે મળી આ કાર્યક્રમ ગોઠવ્યો હતો, સવારે દશ વાગ્યાથી જ ગામના યુવાનો લોહી આપવા માટે આગળ આવી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને તૈયારી બતાવી હતી , શિબિરનો સમય બપોરે એક વાગ્યા સુધીનો હતો, પરંતુ ગામના મુસ્લિમ યુવાનોમાં લાંબી કતાર જોવા મળી હતી, જેને પગલે સમય માં વધારો કરી સાંજે પાંચ કલાક સુધી શિબિર ચલાવવામા આવી હતી,
હથોડા ગામ ખાતે ૧૦૪ જેટલા યુવાનોએ રક્તદાન કર્યું હતું અને ૩૩ જેટલા યુવાનો કાયમી શુગર, પ્રેશર જેવી બીમારી ના કારણે રક્તદાન કરી શક્યા ન હતા.
અંતે ગામના સરપંચ મુસ્તાકભાઈ ઈસ્માઈલ અને ડે. સરપંચ ફારૂકભાઇ ઝીણા અને પંચાયત સભ્ય મુસ્તાકભાઈ બોબી ગામ વડીલ તરીકે રશીદ ભાઈ પઠાણ અને ગામની સેવા સંસ્થા યંગ એકતા ફાઉન્ડેશન ટ્રસ્ટ માં પ્રમુખ કુત્બુદ્દીન ભાઈ હાફેજી સહીત તમામ રક્તદાતાઓનું સરદાર વલ્લબભાઈ પટેલ બ્લડ બેંક સુરતનાં વહીવટી અધિકારી ડો. પ્રશાંત જી. પાટીલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.