માંગરોળ પંથકમાં વહેલી સવારે પડેલો વરસાદ : ડાંગર, કેરી અને ઘાસને થયેલું નુકશાન
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : આજે વહેલી સવારે તાલુકા મથક માંગરોળ સહીત આસપાસના વિસ્તારમાં પવનના સુસવાટા સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી.
આ વર્ષે ચોમાસાની મૌસમ એનાં નિયત સમય કરતાં વહેલી શરૂ થશે એમ હાલમાં લાગી રહ્યું છે, જો કે આજે પડેલા વરસાદને પગલે વાતાવરણમાં એકાએક પલ્ટો આવી ગયો હતો, છેલ્લા કેટલાંક દિવસોથી અસહ્ય ગરમી પડી રહી હતી, ગરમીને પગલે માનવી અને પશુઓ અકળાઇ ઉઠ્યા હતા એવા સમયે વરસાદ પડતાં ગરમીનો પારો ગગરી ગયો હતો, તો બીજી તરફ વરસાદ નિયત સમય કરતાં વહેલો આવતાં ખેડૂતોનાં ડાંગર, કેરી અને પશુઓ માટે ચોમાસાની ઋતુ માટે જે ચારો ભરવાનો હોય છે એ તમામને ભારે નુકશાન થવા પામ્યું છે, તો બીજી તરફ વરસાદ પડતાં ખેતીનાં કામો શરૂ થઈ શકશે એમ ખેડૂતો જણાવી રહયા છે.