તાલુકા કક્ષાનાં ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનમાં ટીંબરથવા પ્રાથમિક શાળાનાં બાળકો ઝળક્યા

0
IMG-20251126-WA0013
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકામાં તાલુકા કક્ષાનાં ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન 2025-26 નું આયોજન તાલુકા શાળા સુબીરમાં રાખવામાં આવ્યું હતું. આ‌ પ્રદર્શનમાં જુદા જુદા કેન્દ્રની શાળાઓએ કુલ ૫ વિભાગોમાં ૪૮ જેટલી કૃતિઓ રજૂ કરી હતી. જેમાં ટીંબરથવા પ્રાથમિક શાળાનાં બાળકોએ વિભાગ-૪ માં‌ કૃતિ સ્માર્ટ ટ્રેન રજૂ કરી હતી. બાળ વૈજ્ઞાનિકોની મહેનત અને શાળાનાં માર્ગદર્શક શિક્ષક રોશનભાઈ પટેલ તથા અંકિતભાઈ પટેલ સાથે શાળા સ્ટાફનાં માર્ગદર્શન થકી આ કૃતિ જિલ્લા કક્ષાએ લઇ જવા માટે પસંદ કરવામાં આવી. આ પ્રસંગે શાળાનાં આચાર્ય ગણેશ માવચી તથા શાળાનાં શિક્ષકો દ્વારા નરેનભાઈ ગામીત, રિંકેશભાઈ ગામીતનું સન્માન કરી તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *