જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તાપી દ્વારા વિધાકુંજ વિધાલય વીરપુર શાળામાં સંવિધાન દિવસની ઉજવણી કરાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ 26 November 2025 ને બંધારણ દિવસએ સંવિધાન દિવસ તરીકે ઉજવવાનું 2015 થી સંસદ ભવન ખાતેથી શરૂ કરવામાં આવ્યું હતું. બંધારણનું નિર્માણ કરનાર ડો. બાબા સાહેબ આંબેડકર દ્વારા 26મી નવેમ્બર 1949 ને આજે 76 વર્ષ પૂર્ણ થયા ત્યારે આપણી વિશાળ લોકશાહી બંધારણ ના અમલીકરણથી મજબૂત બની છે. આપણું ૨૬ નવેમ્બર, ૧૯૪૯ એ દિવસ હતો જ્યારે બંધારણ સભા દ્વારા ભારતના બંધારણને અપનાવવામાં આવ્યું હતું, જ્યારે ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ એ દિવસ હતો જ્યારે તે અમલમાં આવ્યું, જેનાથી ભારત એક સાર્વભૌમ, લોકશાહી પ્રજાસત્તાક બન્યું. આમ 26 November 1949 અને 26 જાન્યુઆરી 1950 એ આજની લોકશાહી ને જીવંત અને સુદ્ઢ બનાવી છે. જે વિશ્વ ના તમામ દેશો માટે દિશા ચિન્હ અને બોધપાઠ સમાન છે. ભારત દેશની મજબુત લોકશાહી વિશ્વમાં સૌથી પ્રસિદ્ધ અને નમૂના રૂપ પ્રેરણાસૂચક બંધારણ થકી પ્રખ્યાત થઈ છે. જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ના ડાયરેક્ટર કેતન શાહ દ્વારા બંધારણ દિવસ એટલે સંવિધાન દિવસની માહિતી આપી અને બંધારણનું પાલન અમલ સવિશેષ થાય તે બાબતે શાળાની તમામ આદિજાતિ દીકરીઓ અને વિજ્ઞાન કેન્દ્ર તાપી અને વીરપુર વિધાકુંજ વિધાલય શાળા ના સ્ટાફ સાથે શપથ લેવડાવ્યા. આમ શાળાના બાળકોએ બંધારણ દિવસની ઉજવણી કરી બંધારણની જાગૃતતા લાવવાનો પ્રયાસ લોક વિજ્ઞાન કેન્દ્ર તાપી દ્વારા કરવામાં આવ્યો અને દેશના લોકો બંધારણના અમલ હથી કાર્યશીલ છે તેવી સમજ આપી.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
