શેઠ એસ. કે.કાપડિયા વિદ્યાલય કુકરમુંડા ખાતે વિધાર્થીઓ અને પોલીસ વચ્ચે સંવાદ કાર્યક્રમ યોજાયો

0
IMG-20251126-WA0004
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.26/11/2025 ના રોજ કુકરમુંડા ખાતે આવેલ શેઠ એસ. કે.કાપડિયા વિદ્યાલય કુકરમુંડા ખાતે અત્રે ની ડી.વાય.એસ.પી ઓફિસ નિઝર દ્વારા વિધાર્થીઓ સાથે સંવાદનો એક નાનકડો કાર્યક્રમ રાખવા માં આવ્યો હતો. જેમાં નિઝર ડી.વાય.એસ.પી. આઈ.એન. પરમાર તથા કિરણભાઈ પાડવી તથા અન્ય પોલીસ કર્મચારીઓ એ ટ્રાફિક જાગૃતિ અંતર્ગત ટ્રાફિક ના નિયમો પાળવા તથા તમામ બાળકો ને ટુ વ્હીલર પર હેલ્મેટ પહેરવા અને પહેરાવવા માટે ભારપૂર્વક અનુરોધ કરવામાં આવ્યો હતો. આ સાથે સાયબર ક્રાઇમ ના વિવિધ સ્વરૂપોની છણાવટ કરી તેમાંથી બચવા શું કરવું જોઈએ તેની વિગતવાર ચર્ચા કરી હતી. તથા પોક્સો એક્ટ અંતર્ગતની વિવિધ જોગવાઈઓ ની વાત કરવા ની સાથે પોલીસ માં કઈ રીતે ભરતી થવાય તે અંગે કારકિર્દી માર્ગદર્શન સાથે સાથે પોલીસની વિવિધ કામગીરી અને પડકારો બાબતે પણ સંવાદ કરવામાં આવ્યો હતો. શાળા ના આશરે 200 વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓ એ આ જાગૃતિ કાર્યક્રમ માં ભાગ લીધો હતો.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *