સોનગઢ–ઉકાઈ–શેરૂલ્લા રોડ પર આવેલ હિન્દુસ્તાન બ્રીજની મરામત કામગીરીનો આરંભ

0
IMG-20251126-WA0002
Contact News Publisher

૬૨ વર્ષ જૂના બ્રીજના નવીનીકરણ કામગીરીથી સ્થાનિક પરિવહનમાં રાહત મળશે

મરામત કામગરી દરમિયાન ભારે વાહનોની અવરજવર બંધ રહશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા 26. સોનગઢ-ઉકાઈ-શેરૂલ્લા રોડ પર આવેલ ૬૨ વર્ષ જૂના હિન્દુસ્તાન બ્રીજ ની મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે. વર્ષ ૧૯૬3 માં બનેલા આ બ્રીજમાં સમયાંતરે મારામત કામગીરી જણાતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા તેની નવીનીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે મરામત દરમ્યાન આ બ્રીજ પરથી ભારે વાહનોની અવર-જવર બંધ રાખવામાં આવી છે.

નોંધનીય છે કે, આ બ્રીજ હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની દ્વારા બનાવવામાં આવેલ હોવાથી “હિન્દુસ્તાન બ્રીજ” તરીકે ઓળખાય છે. બ્રીજમાં કુલ ૪૨ મીટર લંબાઈ ધરાવતા ૮ સ્પાન આવેલાં છે. હાલમાં મરામત કામ પ્રારંભ થવાથી સ્થાનિક લોકોમાં ખૂબ રાહત અનુભવાઈ રહી છે.

બ્રીજની મરામત કામગીરી પૂર્ણ થયા બાદ ભારે તેમજ નાના તમામ પ્રકારના વાહનો માટે ટ્રાફિક પુનઃ શરૂ કરવામાં આવશે. ખાસ કરીને સુરત જિલ્લાના માંડવી વિસ્તારથી સોનગઢ મારફતે નવાપુર જવા માટે આ બ્રીજ મુખ્ય માર્ગ તરીકે ઉપયોગમાં લેવાય છે, તેથી મરામત કાર્ય પૂર્ણ થતાં લોકોને વધુ સુવિધા અને વ્યવહારુ પરિવહન સુવિધાનો લાભ મળશે.એમ માર્ગ અને મકાન વિભાગ તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *