ઉચ્છલ-નિઝર માર્ગ પર ૩૫ ટનથી વધુ વજનના ભારે વાહનો માટે અવરજવર બંધ
આગામી ૨૨ જાન્યુઆરી ૨૦૨૬ સુધી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૫. તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આર. આર. બોરડે તેમને મળેલી સત્તાના રૂએ જાહેર સુરક્ષા તથા ટ્રાફિક નિયંત્રણને દયાને લઈ મહત્વપૂર્ણ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જાહેરનામાં મુજબ ઉચ્છલ તથા નિઝર તાલુકામાંથી પસાર થતાં તાપી જિલ્લાના એસ.એચ.૮૦ માર્ગ (ચો. કિ.મી.૦/૦૦ થી ૭૪/૦૦) પર ૩૫ ટનથી વધુ વજન ધરાવતા તમામ પ્રકારના ભારે વાહનોની અવરજવર પર તાત્કાલિક અશરથી પ્રતિબંધ લગાડી તેની સામે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અંગે અનુરોધ કરવામાં આવ્યો છે.
જાહેરનામા મુજબ ગુજરાત રાજ્યના તાપી જિલ્લા ત૨ફથી નિઝ૨, કુક૨મુન્ડા તથા મહારાષ્ટ્ર રાજ્યના નંદુ૨બા૨,તલોદા, અક્કલકુવા ત૨ફ જતા ભારે વાહનોનો ટ્રાફિક ઉચ્છલ તાલુકાના સાક૨દા-ચિંચપાડા-વિસ૨વાડી (એન.એચ.૫૩)થી વિસ૨વાડી-નંદુરબાર (એન.એચ.૭૫૩-જી) થી નંદુરબાર બાયપાસ-વાંકા ચાર રસ્તા-તલોદા (એન.એચ.૭૫૩-બી) ૫૨ થઇ અક્કલકુવા તરફ જઈ શકશે.
(૨) મહારાષ્ટ્ર રાજ્યના અક્કલકુવા ત૨ફથી નિઝર થઈ ઉચ્છલ તરફ આવતો ભારે વાહનોનો ટ્રાફિક અક્કલકુવાથી સોમાવલ ચાર ૨૨સ્તા-તલોદા(એન.એચ.૭૫૩-બી)- વાંકા ચાર ૨૨સ્તા- નંદુ૨બા૨-વિસ૨વાડી-ચિંચપાડાથી સાક૨દા (એન.એચ.૫૩) થઈ તાપી જિલ્લા તરફ જઈ આવી શકશે.
(૩) વાંકા ચા૨ ૨૨તાથી ઉચ્છલ ત૨ફ જવા માટે વાંકા ચા૨ ૨૨તા (નિઝ૨)-નંદુરબાર- વિસ૨વાડી-ચિંચપાડાથી સાકરદા (એન.એચ.૫૩) થઈ ઉચ્છલ તરફ જઈ આવી શકશે.
આ જાહેરનામું આગામી ૨૨ જાન્યુઆરી ૨૦૨૬ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદા મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
