વિશ્વ મત્સ્યોદ્યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે “મત્સ્ય સંમેલન – ૨૦૨૫ નીલક્રાંતિથી અર્થપ્રાપ્તિ” સી.ઓ.ઈ., કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ ખાતે યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ દ્વારા વિશ્વ મત્સ્યોદ્યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે “મત્સ્ય સંમેલન – ૨૦૨૫ નીલક્રાંતિથી અર્થપ્રાપ્તિ” નો કાર્યક્રમ તારીખ ૨૧ નવેમ્બર, ૨૦૨૫ના રોજ કરવામાં આવેલ હતો. આ કાર્યક્રમના ઉદ્ધાટન પ્રસંગે ગુજરાત રાજ્યના માન. ધારાસભ્યશ્રી, ૧૫૭ માંડવી વિધાનસભા શ્રી. કુંવરજી હળપતિ મુખ્ય અતિથિશ્રી તરીકે ઉપસ્થિત રહેલ હતા. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ડો. આશિષકુમાર ઝા, વૈજ્ઞાનિક ICAR CIFT, વેરાવળ, અને કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો. જે. એસ. પટેલ તથા પ્રેરક ઉપસ્થિતિ તરીકે ડો. મુકેશભાઈ ભેંડારકર, વૈજ્ઞાનિક અબાઈટીક સ્ટ્રેસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, બારામતી, પૂણે અને ડો. રિતેશ ટંડેલ, વૈજ્ઞાનિક, CIBA, નવસારી અને શ્રી. સુરેશભાઈ જોગી પટેલ, અધ્યક્ષ ગુજરાત એકવાકલ્ચર એસોસિયેશન, નવસારી ઉપસ્થિત રહેલ હતા.
સદર કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના ૪૦૦ જેટલા માછીમારો અને મત્સ્યપાલકો ઉપસ્થિત રેહલ હતા. સદર કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડુતોનું સન્માન કરવામાં આવ્યું. ICAR CIFT, વેરાવળના ટ્રાયબલ સબ પ્લાન (TSP) અંતર્ગત માંડવી વિસ્તારના માછીમારોને પ્રોત્સાહન સ્વરૂપે કુલ ૧૦ હોડીઓ તેમજ ઉકાઈ વિસ્તારમાં કાર્યરત મત્સ્યોદ્યોગ મંડળીઓને સીઓઈ ઉકાઈ દ્વારા મત્સ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું. સદર કાર્યક્રમમાં મત્સ્યપાલકો માટે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારના યોજનાઓ, મત્સ્યપાલનમાં અત્યાધુનિક તકનિકો, પશુપાલનમાં માહિતી અને કૃષિ સંલગ્ન માહિતી ધરાવતા પ્રદર્શન રાખવામાં આવેલ હતું. સદર કાર્યક્રમનું આયોજન માનનીય કુલપતિશ્રી, ડો. પી. એચ. ટાંગના માર્ગદર્શનમાં યોજવામાં આવ્યું હતું.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
