તાપી જીલ્લા ખાતે ફરજ બજાવતા સ્વ.અમિષાબેનના પરિવારને આર્થિક મદદ કરતી તાપી જીલ્લા પોલીસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા પોલીસ ખાતામાં ફરજ બજાવતા સ્વ.વુ.પો.કો. અમિષાબેન અર્જુનભાઇ, તા. ૦૫/૦૩/૨૦૧૬થી ગુજરાત પોલીસ ખાતામાં ભરતી થયેલ. શરૂઆતમાં તેમણે સુરત શહેર ખાતે ફરજ બજાવેલ ત્યાર બાદ સને-૨૦૨૦થી તાપી જીલ્લા ખાતે ફરજ બજાવતા આવેલ હતા. તેમના માતા સુનિતાબેન અર્જુનભાઇ ગામીત, રહે. ભાનાવાડી ગામ, તા.વ્યારા, જી.તાપી સને-૨૦૧૪થી વિધવા જીવન ગુજારતા આવેલ છે. સ્વ.અમિષાબેનને સંતાનમાં જોડીયા દિકરીઓ (૧) હરલીન તથા (૨) હિર, ઉ.વ.૩ વર્ષની છે. જેઓ બાલમંદિર ખાતે અભ્યાસ કરે છે.
સ્વ.અમિષાબેન નાઓની તાપી જીલ્લામાં ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે પોસ્ટીંગ થતા તેઓએ પ્રથમ સી.પી.આઇ. વ્યારા ખાતે એટેચમાં ફરજ બજાવેલ અને ત્યાર બાદ પોલીસ કંટ્રોલ રૂમ જિ.તાપી ખાતે એટેચ તરીકે ફરજ બજાવતા હતા. જે દરમ્યાન બ્રેઇન ટ્યુમરની બિમારીના કારણે તા.૦૬/૧૦/૨૦૨૫ ના રોજ અવસાન પામેલ છે. તેમની બે દિકરીઓ નાની હોય તેમજ માતા વિધવા જીવન ગુજારતા આવેલ હોવાથી સ્વ.અમિષાબેનના અકાળ મૃત્યુથી તેઓને આર્થિક પરિસ્થિતીમાં મદદરૂપ થવા તાપી જિલ્લાના પોલીસ અધિકારી/ કર્મચારીઓ દ્વારા સ્વૈચ્છિક ભંડોળ એકઠુ કરવામાં આવેલ જે ભંડોળના રોકડા રૂપિયા ૫,૫૧,૦૦૦/- શ્રી પ્રેમ વીર સિંહ, IPS પોલીસ મહાનિરીક્ષકશ્રી, સુરત વિભાગ, સુરતના હસ્તે અવસાન પામનાર સ્વ.અમિષાબેનની સુપુત્રીઓ તથા માતાશ્રીને અર્પણ કરવામાં આવેલ છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
