માંગરોળ : નાનીનરોલી ગામનાં યુવકની લાશ ચોવીસ કલાક બાદ રોસવાડ ગામેથી કેનાલમાંથી મળી

ફાઈલ તસ્વીર

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  :  માંગરોળ તાલુકાનાં નાનીનરોલી ગામે આંધીફળિયામાં રહેતો યુવક નામે ઈમ્તિયાઝ બાબુ આંધી, ઉંમર બેતાલીસ વર્ષ કે જેનો પગ કેનાલમાં પગ લપસી પડતાં એની લાશ તણાઈ ગઈ હતી.

ઉપરોક્ત યુવક કે જે નાનીનરોલી ગામે ઇલેક્ટ્રીકની દુકાન ચલાવે છે અને ઘણી વાર નજીક આવેલી જી.આઇ.પી.સી.એલ. કંપનીમાં ઈલેક્ટ્રીકનું કામ કરવા પણ જતો હતો,આ યુવક ગામની સીમમાંથી પસાર થતી કેનાલ ઉપર પોતાની પત્નીને  મોટરસાયકલ ઉપર બેસાડીને કપડા ધોવા માટે લઈ ગયો હતો, કપડાં ધોવાનું કામ પુરૂ થતાં પત્નીને ઘરે મુકવા આવ્યો હતો, પત્નીને ઘરે મૂકી યુવક ફરી કેનાલ પર ગયો હતો, ત્યાં જતાં યુવકનો પગ કેનાલમાં લપસી જતાં યુવક નહેરનાં પાણીમાં તણાઈ જવા પામ્યો હતો, જેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી, આખરે ચોવીસ કલાક બાદ આ યુવકની લાશ નજીક આવેલા માંડવી તાલુકાનાં રોસવાડ ગામેથી પસાર થતી આ કેનાલમાંથી મળી આવી હતી, ત્યારબાદ યુવકની લાશની અંતિમવિધિ કરવામાં આવી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *