જનજાતિય ગૌરવ વર્ષ અંતર્ગત વ્યારાના જેસિંગપૂરા ગામે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ગૌરવરથનું ઉષ્માભર્યું સ્વાગત

0
IMG-20251109-WA0016
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા:-૯. મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં “જનજાતિય ગૌરવ વર્ષ” તરીકે ઉજવણી થઈ રહી છે.

આ ઉજવણી માટે અંબાજીથી અને ઉમરગામથી એકતાનગર સુધી જનજાતિય ગૌરવ રથયાત્રા નીકળેલી છે. આ રથયાત્રા આજે તાપી જિલ્લાના ડોલવણ ખાતે આવી પહોંચી હતી જ્યાંથી મહાનુભાવોએ ગૌરવ રથને પ્રસ્થાન કરી અન્ય તાલુકાઓમાં પ્રસ્થાન કરવા રવાના કરી હતી. જ્યાં વ્યારાના જેસીંગપૂરા ગામે આ ગૌરવ રથ આવી પહોંચતા ત્યાંના સ્થાનિક લોકો અને આગેવાનો દ્વારા રથનું આનંદપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે આદિજાતી વિકાસ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી અને તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સહિત રમત ગમત વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીત, ગુજરાત વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલ, વ્યારા વિધાનસભાના ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી,જિલ્લા પંચાયત પ્રમુખ જાલિમસિંહ વસાવા,પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઈ વસાવા સહિત અન્ય પદાધિકારીઓ-અધિકારીઓ,બહોળી સંખ્યામાં ગ્રામજનો સહભાગી થયા હતા.

કાર્યક્રમના અંતે જનજાતિય ગૌરવ યાત્રાના રથને ઉપસ્થિત સૌ મહાનુભાવોએ લીલી ઝંડી આપી વ્યારા ખાતે જવા પ્રસ્થાન કરાવી હતી.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *