જનજાતિય ગૌરવ વર્ષ અંતર્ગત વાલોડ તાલુકાના બુહારી ખાતે ગૌરવરથનું ભવ્ય સ્વાગત
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૯. ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષની દેશ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ‘જનજાતીય ગૌરવ વર્ષ’ તરીકે ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રનિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વલસાડના ઉમરગામ ખાતેથી નીકળેલી જનજાતિય ગૌરવ રથયાત્રા ડોલવણથી પ્રસ્થાન કરી વાલોડ તાલુકાના બુહારી ગામે આવી પહોંચતા આદિજાતી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી તથા તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલ તથા રમત-ગમત વિભાગના રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત, ધારાસભ્ય શ્રી મોહનભાઇ ઢોડિયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા,પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઈ વસાવા, સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ, ગ્રામજનો, આગેવાનો દ્વારા રથનું ઉત્સાહ અને ઉમંગ સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું
ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધનમાં ભગવાન બિરસા મુંડાજીની આઝાદી માટેના બલિદાન અંગે તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસી સમાજ માટે અમલીત વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધન આપ્યા બાદ રથયાત્રાને લીલી ઝંડી બતાવી આગળના મુકામે પ્રસ્થાન કરવી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
