સુરત અમરોલી વિસ્તારમાંથી એક પીડીતાબહેનને વ્યસની પતિના ત્રાસથી છૂટકારો અપાવતી 181 અભયમ્
181
(કિરીટ રાણા દ્વારા, સુરત) : આથી સુરત અભયમ ટીમ તાત્કાલિક ધોરણે પીડિત બેનની મદદે પહોંચી તેમની આપવીતી સાંભળી હતી. સ્થળ પર હાજર પીડિતા બેન પાસેથી જાણવા મળેલ કે તેમના પતિ શારીરિક અને માનસિક રીતે હેરાન કરે છે. તેમના લગ્ન જીવનને 25 વર્ષ થયા છે. પતિ ડાઈંગ- પેન્ટિંગ મિલમાં કામ કરે છે. પતિ નશો કરીને ઘરે આવી ઝઘડો કરી પીડીતાબેનને ગમે તેવા અપશબ્દો બોલી ગાળો આપતા, તેમજ ક્યારેક ક્યારેક હાથ પણ ઉપાડી લેતા. તેમજ પીડીતાબેનના પતિ તેમના મિત્રોને પણ દારૂનું વ્યસન કરાવીને તેમના ઘરે લઈને આવતા. જે પીડીતાબેન ને ગમતું ન હતું. આથી તેઓ તેમના પતિને મિત્રોને નશો કરાવીને તેમના ઘરે ન લાવવા માટે કહેતા. તેમજ નશો કરવાનું છોડી દેવા માટે સમજાવતા. પરંતુ પીડીતાબેનના પતિ તેમની કોઈ વાતો માનતા નહીં અને પીડિતાબેન સાથે ઝઘડો કરી ગાળો આપતા અને તારાથી થાય તે કરી લે તેમ કહી ધમકી આપતા રહેતા. છેલ્લા 15 દિવસથી પીડિતાબેનના પતિ ખૂબ જ નશો કરે છે અને ઘરે પણ મોડા આવે છે. પીડિતાબેન કહે તો તેમની સાથે તેમના પતિ ઝઘડો કરી ગમે તેવા અપ શબ્દો બોલી હાથ ઉપાડી લેતા.
ગઈકાલે પણ પીડિતાબેનના પતિ ખૂબ જ વ્યસન કરીને અને તેમના મિત્રને પણ વ્યસન કરાવીને ઘરે લઈને આવેલ અને પીડીતાબેન સાથે ઝઘડો કરેલ અને હાથ ઉપાડેલ. પતિ સમજતા ન હોવાથી પીડિતાબેને તેમને સમજાવવા અભયમ ટીમમાં ફોન કરી મદદ માંગેલ. આથી સુરત અભયમ ટીમે ઘટના સ્થળે પીડીતાબેનના પતિનું કાઉન્સેલિંગ કરી તેમને નશો કરવાનો છોડી દેવા તેમજ મિત્રોને પણ વ્યસન કરાવીને ઘરે ન લાવવા માટે સમજાવેલ. પત્ની પર હાથ ન ઉપાડવા, તેમજ શારીરિક માનસિક ત્રાસ ન આપવા માટે સમજાવેલ. પીડિતાબેનના પતિને તેમની ભૂલ સમજાતા તેમણે તેમની પત્ની પાસે માફી માગી સુધરી જવાની ખાતરી આપેલ છે. તેમણે જણાવેલ કે તેઓ નશો કરવાનું છોડી દેશે તેમજ મિત્રોને પણ નશો કરાવી ઘરે લાવશે નહી અને પત્ની પર હાથ ઉપાડશે નહીં. ઘરમાં ઝગડો કર્યા વગર સારી રીતે અને શાંતિથી રહેશે. ત્યારબાદ પીડિતાબેન અને તેમના પતિને કાયદાકીય માહિતી આપી. જરૂરી સલાહ, સુચન અને માર્ગદર્શન પૂરું પાડેલ. પીડીતાબેન ના પતિ સમજી જતા તેમણે અભયમ ટીમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
