તાપી જિલ્લામાં આગામી ૨૬ નવેમ્બર તાલુકા અને ૨૭ નવેમ્બરના રોજ જિલ્લા “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે
સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૧૦ નવેમ્બર સુધીમાં અરજીઓ મોકલી આપવાની રહેશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ૦૪ . સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રીના અભિગમ અનુસાર પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે તાલુકા અને જિલ્લા કક્ષાના “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું છે. તે અન્વયે તાપી જિલ્લામાં નવેમ્બર-૨૦૨૫નો “તાલુકા સ્વાગત કાર્યક્રમ” આગામી ૨૬ નવેમ્બર બુધવાર તથા જિલ્લા કક્ષાનો “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” ૨૭ નવેમ્બર ગુરુવારના રોજ યોજાશે.
૨૬ નવેમ્બરના રોજ ઉચ્છલ તાલુકામાં કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ઉચ્છલ ખાતે સવારે ૧૧ કલાકે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે.વાલોડ તાલુકામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી વાલોડ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે. નિઝર તાલુકામાં પોલીસ અધિક્ષકશ્રી, તાપીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી નિઝર ખાતે, વ્યારા તાલુકામાં જિલ્લા પ્રાયોજના વહિવટદારશ્રી સોનગઢના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી વ્યારા ખાતે, સોનગઢ તાલુકામાં ડાયરેક્ટરશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, તાપીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી સોનગઢ ખાતે, ડોલવણ તાલુકામાં પ્રાંત અધિકારીશ્રી વ્યારાના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ડોલવણ ખાતે, તેમજ કુકરમુંડા તાલુકામાં પ્રાંત અધિકારીશ્રી નિઝરના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી કુકરમુંડા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે.
જયારે તાપી જિલ્લા માહે. નવેમ્બર માસનો જિલ્લા કક્ષાનો “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” ૨૭.૧૧.૨૦૨૫ ગુરુવારના રોજ કલેક્ટર કચેરી, તાપી ખાતે યોજાશે.
અરજદારોના પ્રશ્નો અંગે સંબંધિત કચેરીમાં નિયમ પ્રમાણે કાર્યવાહી કર્યા બાદ પણ નિવેડો ન મળ્યો હોય તેવી સમસ્યાઓ માટે અરજીઓ તા. ૧૦/૧૧/૨૦૨૫ સુધીમાં સંબંધિત તાલુકાના મામલતદારશ્રીને મોકલવાની રહેશે. જિલ્લા કક્ષાની સમસ્યાઓ માટે અરજીઓ જિલ્લા સ્તરની સંબંધિત કચેરીમાં મોકલવાની રહેશે, એમ જિલ્લા કલેક્ટરશ્રી તાપી-વ્યારાની અખબારી યાદીમાં જણાવ્યું છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
