ઉચ્છલ અને વ્યારા તાલુકામાં બેંક ઓફ બરોડા સુરત ઝોન દ્વારા સતર્કતા જાગૃતિ શિબિર યોજાઇ
તમામ ઉપસ્થિતોએ સતર્ક રહેવા અંગે શપથ ગ્રહણ કર્યા
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૪. આજરોજ ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામ અને વ્યારા તાલુકાના નિશાણા ગામ ખાતે બેંક ઓફ બરોડા સુરત ઝોનના વિજિલન્સ વિભાગ દ્વારા સતર્કતા જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિજિલન્સ વિભાગના હેડ શ્રી સિતાંશુ કુમારે જણાવ્યું કે દરેક વ્યક્તિએ સતર્ક રહેવું જોઈએ અને સતર્કતા એ આપણી સહુની જવાબદારી છે. તેમણે વધુમાં જણાવેલ કે આ અભિયાન 18 ઓગસ્ટ 2025 થી 17 નવેમ્બર 2025 સુધી ત્રણ મહિના ચાલશે, જેમાં વિવિધ સ્થળોએ આવા એવરનેસ કેમ્પ યોજી લોકોને માર્ગદર્શન આપવામાં આવશે.
લીડ બેંક મેનેજર શ્રી રસિક જેઠવાએ ડિજિટલ બેન્કિંગમાં થતા ફ્રોડ અંગે માહિતી આપતા જનજાગૃતિ ફેલાવી હતી. તેમણે જણાવ્યું કે પોતાની વ્યક્તિગત માહિતી કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે શેર ન કરવી, ફોન પર કોઈપણ ગુપ્ત માહિતી ન આપવી તથા અજાણી લિંક મોબાઇલમાં ન ખોલવી જોઈએ.
કાર્યક્રમમાં અમોલ મહાજન, એફએલસીસીના અનિલ ગામીત, મીનલબેન, આરોહ ફાઉન્ડેશનના લક્ષ્મણભાઈ, મિશન મંગલમના APM, આરસેટીના દેવેનભાઈ તથા ક્લસ્ટર સાથે મોટી સંખ્યામાં સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો હાજર રહ્યા હતા. અંતે તમામ ઉપસ્થિતોએ સતર્કતા શપથ લીધો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
