૫મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ : ચાલો એક છોડ રોપી તેનું જતન કરી પ્રકૃતિની જાળવણી માટે સંકલ્પ કરીએ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુરુવારઃ ૫ મી જૂન ૧૯૭૪થી વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. આ ઉજવણી શરુ થયાને ૨૦૨૦ માં ૪૬ વર્ષ પૂર્ણ થશે. આ વર્ષની ઉજવણીની થીમ છે પ્રકૃતિ માટે સમય ફાળવીઍ. ગ્લોબલ ર્વોમિંગના આ સમયમાં માનવજાત સમક્ષ ઉભી થયેલી કોવિડ-૧૯ની મહામારીના કારણે સમગ્ર વિશ્વ સમક્ષ અનેક આશ્રર્યજનક ઘટનાઓનું સર્જન થયું છે. થોડા સમય પહેલા પ્રદૂષણથી પીડાતા માનવીઓની પીડા આજે કોરોનાના કારણે ઉભીથયેલી લોકડાઉનની પરિસ્થિતિના પરિણામે મહદ અંશે ઓછી થઈ છે. પર્યાવરણમાં આમ અચાનક આવેલો આ બદલાવ આપણા સૌ માટે આશ્રયજનક છે. પૃથ્વી ઉપર ઘટતી જતી વૃક્ષોની સંખ્યાની સાથે જળ અને વાયુ પ્રદુષણમાં છેલ્લા કેટલાક દાયકામાં થયેલોનોંધપાત્ર વધારો ઍ આપણા પર્યાવરણ માટે ખતરારૂપ બની રહયો છે. જેના કારણે આજે આપણે ગ્લોબલ ર્વોમિંગની સમસ્યાનો સામનો કરી રહયાં છીઍ. તેવા સમયે સમગ્ર વિશ્વમાં પ્રત્યેક વર્ષે કરવામાં આવતી પર્યાવરણ દિવસની ઉજવણી વિશે જાણીઍ. પ્રાચીન ભારતમાં પ્રકૃતિનું સંરક્ષણ ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે કર્યું હોવાનું તેના શિલાલેખો પરથી જાણવા મળે છે. પ્રકૃતિના મહત્વને સ્વીકારતાં-વન્ય જીવજંતુઓના શિકાર પર અંકુશ અને રક્ષણના નિયમો આજેય તેના શિલાલેખોમાં જોવા મળે છે. પણ આ ઉજવણીના બીજ આધુનિક વિશ્વમાં ૧૯૭૨માં પ્રસ્થાપિત થયા. યુનાઇટેડ નેશન્સના નેજા હેઠળ પર્યાવરણીય સમસ્યાઓ પર પહેલી મોટી પરિષદ, સ્ટોકહોમ (સ્વિડન)માં ૫-૧૬ જૂન દરમિયાન યોજાઈ હતી. તેનો મુખ્ય ઉદેશ્ય પર્યાવરણને સાચવવા અને તેની સામે ઊભા થનાર પડકારને કેવી રીતે દૂર કરવા તેના પર ઍક સામાન્ય દ્રષ્ટિકોણ બનાવવાનું હતું, ત્યારબાદ વર્ષ ૧૯૭૩માં ૧૫ ડિસેમ્બરના રોજ જનરલ ઍસેમ્બલીઍ ઠરાવ કરીને ૫ મી જૂનને વૈશ્વિક પર્યાવરણ દિવસ તરીકે ઉજવવાનું જાહેર કર્યું. ૧૫ ડિસેમ્બરના રોજ, જનરલ ઍસેમ્બલીઍ અન્ય ઠરાવ દ્વારા પર્યાવરણીય મુદ્દાઓ પર વિશિષ્ટ કામ કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ ઍજન્સીની રચના પણ કરી. જે હાલ વૈશ્વિક પ્લેટફોર્મ બની ગયું છે. આ ઍજન્સીના માર્ગદર્શન નીચે સૌ પ્રથમ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી ૧૯૭૪ થી શરૂ કરવામાં આવી. પર્યાવરણનો સામાન્ય અર્થ ‘પૃથ્વીની આસપાસનું આવરણ’ ઍવો થાય છે. માનવીની આસપાસ રહેલી ભૌગોલિક પરિસ્થિતિ અને સજીવો વચ્ચેના પારસ્પરિક સંબંધને ‘પર્યાવરણ’ કહેવામાં આવે છે. ઍ દ્વષ્ટિઍ માનવીની આજુબાજુ રહેલાં સઘળાં પ્રાકૃતિક તત્વોના સમૂહનો સમાવેશ પર્યાવરણમાં થાય છે. ઔદ્યોગિક વિકાસને પગલે માનવીઍ પ્રાકૃતિક સંસાધનોનો વિવેકપૂર્વક, આયોજનબદ્ધ ઉપયોગ કરવાને બદલે તેનો ઈચ્છા અનુસાર બેફામ દૂરપયોગ કર્યો, પરિણામે પૃથ્વીના વાતાવરણમાં પ્રદુષણની માત્રામાં અનિચ્છનીય વધારો થયો. જેને કારણે માનવી સહિત પશુ-પક્ષી, વનસ્પતિ અને પ્રાકૃતિક સંપદાઓ પર વિપરીત પરિણામો મળ્યા. પર્યાવરણ પ્રેમીઓઍ પૃથ્વીના પર્યાવરણને દૂષિત થતું રોકવા અનેક કાર્યક્રમો આપ્યા. પર્યાવરણ પ્રત્યે લોકજાગૃતિ પણ વધી. છતાં વાસ્તવિકતા ઍ રહી છે પ્રદુષણનું પ્રમાણ પણ વધ્યું. અત્યારે દુનિયાની સામે અનેક પ્રકારના પ્રદૂષણનો ખતરો છે. જેમાં પાણીનું, હવાનું, જમીનનું તથા થર્મલનું પ્રદુષણ, ઉપરાંત રેડિયો ઍક્ટિવ પ્રદૂષણ, ઘોંઘાટનું પ્રદૂષણ અને પ્રકાશનું પ્રદૂષણ. પહેલા તો આપણે પર્યાવરણ પ્રત્યે સજાગ બનવું પડશે સાથો સાથ લોકોને પણ પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવા પડશે. આપણાં પરિવારમાં, કાર્યાલયમાં અથવા આપણાં વિસ્તારમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા ફેલાવી શકીઍ. અરે.. બીજું કંઈ નહિ તો ઍક નાનકડો છોડ રોપી તેનું જતન કરી શકીઍ છીઍ. જે આપણને પ્રકૃતિ સાથે વાર્તાલાપ કરવામાં સહાય કરશે અને કંઈક નવું કરવાની તક આપશે. પ્રકૃત્તિ પ્રત્યેના પ્રેમને અને તેની સાથેના આપણાં સંબંધોને પુનઃ મજબૂત કરવાના આ મહામૂલા અવસરને આપણે કાયમ માટે ટકાવી રાખીને પર્યાવરણના જતનની સાથે આપણી આવનારી પેઢીને સ્વચ્છ – સુંદર પર્યાવરણની ભેટ આપીઍ તો ચાલો આ વિશ્વ પર્યાવરણના દિવસે પર્યાવરણની જાળવણી માટે સમય ફાળવવા અને ઍક છોડ રોપી તેના જતન થકી પ્રકૃતિની જાળવણી માટે સંકલ્પબધ્ધ બનીઍ…
૦૦૦૦૦