મહિલાને ઘરમાંથી નીકળી જવા કહી માનસિક ત્રાસ આપતાં પતિ અને સાસુને સમજણ આપી સમાધાન કરાવતી 181 અભયમ હેલ્પલાઇનની ટીમ તાપી

181

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા તાલુકાના એક ગામ માંથી પીડિત મહિલાનો 181 અભયમમાં કોલ આવતાં જણાવેલ કે તેમના પતિ અને સાસુ તેમની જોડે ઝઘડો કરે છે, માનસિક ત્રાસ આપે છે વારે ઘડીએ ઘરમાંથી નીકળી જવા ધમકાવે છે. તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમ સ્થળ પર પહોંચી ને તેમનું કાઉન્સેલીગ કરતાં જાણવા મળેલ કે તેઓના લગ્ન થયાં ત્યારથી તેમની સાસુને તેઓ ગમતાં નથી, આથી તેઓ ઘરનું જે પણ કામ કરે એ તેમની સાસુ ને ગમતું નથી, તેમની સાસુ થી કોઈ કામ નથી થતું આખો દિવસ તેઓ બેસીને મહિલા બહેનને નાની નાની વાતે રોક ટોક કરતાં હોય છે અને તેમને ગમે તેવા અપશબ્દો બોલે છે પીડીતા ને માતા પિતાને ત્યાં જતી રે તેમ સંભળાવે છે અને તેમના સંબંધી ને પડોશી ને તેમની વહુ જમવાનું નથી આપતા ને તેમની પર હાથ ઉપાડે એવી ખોટી વાતો કરે છે. પીડીત મહિલા તેમના પતિને તેમની માતા ને સમજાવા જણાવે તો તેમના પતિ તેમની વાત ને જરા પણ સાંભળતા નથી ને મહિલાને તું જ ખોટી છે એમ કહી નકારી દેય છે. તેમના પતિ તેમને જરા પણ સપોટૅ નથી કરતા, મહિલા બહેન કઈ પણ કહે એટલે એમની જોડે ઝઘડો કરવા લાગે,તેમની માતા જોડે મળીને તેઓ મહિલા બહેન ને ઘર માંથી કાઢવાની ધમકી આપે, તેમની સાથે ઝઘડો કરે, તેમના પતિ એ ઘણીવાર તેમની પર હાથ પણ ઉપાડેલ છે, તાપી ની 181 મહિલા હેલ્પલાઇનની ટીમ મહિલા નાં પતિ ને સમજાવતાં તેઓ ત્યારે પણ સમજણ વગરની વાતો કરી, મહિલા બહેનનો જ વાંક નિકાળતા હતાં, મહિલા બહેનની સમસ્યા ને સમજવાનો પ્રયત્ન જ નાં કરતા હતાં અને દરેક વાતમાં તેમની જ ભુલો કાઢતા હતાં, અમે મહિલાનાં પતિને કાયદાની સમજણ આપી શાંતિથી પહેલા વાત સાંભળવા જણાવી, તેમની પત્નીની માનસિક સ્થિતિ ને સમજવા જણાવેલ, તેમની માતા ને સમજાવા જણાવેલ, તેમની પત્ની અને માતા બંનેનું સાંભળવા કહીં ને હવે પછી મહિલાને ઘરમાંથી નીકળી જવા કે તેમની પર હાથ ન ઉપાડવા સમજાવી મહિલા બહેનના સાસુને સમજાવ્યા તેમને શાંતિથી રહેવા જણાવેલ, તેમની વહું બધું કામ કરી લેય છે તો તેમને નાની વાતોમાં સંભળાવા કે અપશબ્દો નહિ બોલવું તેમ સમજાવી બંને પક્ષ સમાધાન કરવા માંગતા હોય તેઓને શાંતિથી રહેવા જણાવી તેમની વચ્ચે તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા સમાધાન કરેલ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other