વ્યારાના કાટગઢ ખાતે આયોજીત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનાં પ્રાથમિક પ્રશિક્ષણ વર્ગમાં શિક્ષાર્થીઓમાં ભારે ઉત્સાહ 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પ્રતિવર્ષ દીપાવલીના રજામાં સ્વયંસેવકમાં રાષ્ટ્ર ભાવના નિર્માણના હેતુથી પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરે છે. આ વર્ષે નવસારી વિભાગનો 7 દિવસીય પ્રાથમિક પ્રશિક્ષણ વર્ગ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કાટગઢ ગામે આવેલી પી.પી.સવાણી શાળાના કેમ્પસમાં ચાલી રહ્યો છે. પ્રાથમિક વર્ગ સાથે ઘોષ વર્ગ પણ હોવાથી 180 થી વધુ શિક્ષાર્થી, 30 જેટલા પ્રબંધકો સહિત શિક્ષકો મળી 300 થી વધુ સ્વયંસેવકોની ઉપસ્થિતિમાં વર્ગ ચાલી રહ્યો છે. વર્ગમાં તાપી, સુરત જિલ્લા સહિત વાપી  વલસાડ, નવસારી, ડાંગ, દમણ, ઉમરગાંવ વિસ્તારમાંથી સ્વયંસેવકો ભાગ લઇ રહ્યાં છે. તા.26  ઓક્ટોબર થી શરૂ થયેલો વર્ગ તા.2જી નવેમ્બરના રોજ પૂર્ણ થશે. દેશભરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ થયાની  ઉજવણી ચાલી રહી છે. ત્યારે વર્ગમાં વિવિધ વક્તાઓ દ્વારા માર્ગદર્શન સહિત મેદાની પ્રશિક્ષણ મેળવી શિક્ષાર્થી પોતાના કાર્યક્ષેત્રમાં જઈ સંઘકાર્યનો વિસ્તાર કરશે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other