રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે તાપી જિલ્લામાં અધિકારીઓ અને કર્મચારીઓએ એકતાનો સંકલ્પ લીધો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૩૦. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે આજે તાપી જિલ્લાના સેવા સદન, સાંભખડ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી.

આ અવસરે જિલ્લા કલેક્ટર ડૉ. વિપિન ગર્ગની આગેવાની હેઠળ અધિકારીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રીય એકતા શપથ ગ્રહણ કરી દેશની એકતા, અખંડતા અને સુરક્ષાને જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી રામનિવાસ બુગાલિયા, નિવાસી અધિક કલેક્ટર શ્રી આર. આર. બોરડ તેમજ જિલ્લા સ્તરના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *