પતિને અન્ય મહિલા સાથે સંબંધ હોવાથી હેરાન કરતા પીડીતાએ અભયમનો સહારો લીધો

181

Contact News Publisher

(કિરીટ રાણા દ્વારા, સુરત) : પીડીતાબેને મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે તેમના પતિ ને અન્ય મહિલા સાથે સંબંધ હોવાથી હેરાન કરે છે. મારપીટ કરે છે. મદદની જરૂર છે. આથી અભયમ ટીમ તાત્કાલિક ધોરણે પીડીતાબેન ની મદદ એ પહોંચી. તેમની સમસ્યા જાણતા તેમણે જણાવેલ કે તેમના લગ્નનને પાંચ વર્ષ થયા છે. એક દીકરી છે. પતિ સંચા ખાતામાં કામ કરે છે. પીડિતાબેન ઘરકામ કરવા જાય છે. પીડીતાબેન ના પતિને અન્ય મહિલા સાથે સંબંધ છે જેથી પીડિતાબેન ના પતિ મોડી રાત્રે ઘરે આવતા. તેમજ અમુક દિવસે ઘરે પણ આવતા ન હતા. પીડીતાબેન તેમના પતિને ફોન કરતા તો તેઓ ફોન પણ ઉપાડતા નહીં. પીડીતાબેને એક દિવસ તેમના પતિના ફોનમાં અન્ય મહિલા સાથેની વાતચીતના ફોટો અને મેસેજ જોઈ લેતા પતિના આ અન્ય મહિલા સાથેના સંબંધની તેમને જાણ થયેલ. આથી પીડીતાબેને તેમના પતિને અન્ય મહિલા સાથેના સંબંધો છોડી દેવા સમજાવેલ. પરંતુ પીડીતાબેન ના પતિ તેની વાત માનતા નહીં અને પીડીતાબેન સાથે ઝઘડો કરતા. પીડીતાબેન ના કહેવા છતાં પણ તેમના પતિ અન્ય મહિલા સાથે ફોન કે મેસેજ દ્વારા વાતચીત કરતા. તેમજ તેમની સાથે ફરવા જતા. મોડી રાત સુધી ઘરે આવતા નહીં. ગઈકાલે રાત્રે પણ પીડીતાબેનના પતિ પીડિતાબેન ના ફોન કરવા છતાં પણ ઉપાડતા ન હતા. મોડી રાત્રે ઘરે આવેલ પીડીતાબેને પતિને પૂછતા તેમણે પીડિતાબેન સાથે ઝઘડો કરી મારપીટ કરેલ. આથી છેવટે કંટાળીને પીડિતા બેને તેમના પતિને સમજાવવા અભયમ ટીમની મદદ માગી હતી. આથી, અભયમ ટીમે ઘટના સ્થળે પીડીતાબેન ના પતિનું કાઉન્સેલિંગ કરી પીડીતાબેન ના પતિને અન્ય મહિલા સાથેના સંબંધો છોડી દેવા સમજાવેલ, તેમજ પત્ની પર હાથ ન ઉપાડવા સમજાવેલ, તેમજ સમય પર ઘરે આવી જવા માટે સમજાવેલ. અભયમ ટીમના સમજાવવાથી પીડીતાબેન ના પતિને તેની ભૂલ સમજાતાં તેણે પીડીતાબેન ની માફી માંગેલ અને ખાત્રી આપેલ કે તેઓ હવે પછી અન્ય મહિલા સાથે સંબંધ રાખશે નહીં. તેમજ પત્ની પર હાથ પણ ઉપાડશે નહીં. સમયસર ઘરે આવી જશે. પત્ની અને દીકરી સાથે પ્રેમથી રહેશે. ત્યારબાદ, અભયમ ટીમે કાનૂની માહિતી આપી સલાહ, સૂચન અને માર્ગદર્શન પૂરું પાડેલ. પીડીતાબેન ના પતિ સમજી જતા અને સુધરી જવાની ખાતરી આપતા પીડીતાબેને અભયમ ટીમનો આભાર વ્યક્ત કરેલ.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *