દિપાવલી પર્વ નિમિત્તે તળાદની તળાદ વિભાગ માધ્યમિક શાળામાં ત્રિવિધ સ્પર્ધા યોજવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરત- ઓલપાડ રોડ સ્થિત તળાદ વિભાગ માધ્યમિક શાળા, તળાદમાં દિપાવલી પર્વ નિમિત્તે ત્રિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. દિપાવલીની ઉજવણી સાથે વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનાં શુભ હેતુસર શાળામાં દીવા શણગાર, દિવાળી કાર્ડ બનાવવાની સ્પર્ધા તેમજ રંગોળી સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં સૌ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સ્પર્ધાનાં અંતે પરિણામ આ મુજબ જાહેર થયું હતું. દીવા શણગાર સ્પર્ધામાં પ્રથમ નંબરે ધોરણ 10- અની વિદ્યાર્થીની કાકલોતર ભાવના, દિવાળી કાર્ડ બનાવવાની સ્પર્ધામાં માધ્યમિક વિભાગમાં સહાની રામની, તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પટેલ નુપુર પ્રથમ ક્રમે રહ્યાં હતાં. જ્યારે રંગોળી સ્પર્ધામાં ઘોરણ 10- બની વિદ્યાર્થીનીઓ, જાદવ પ્રિયાંશી, રાઠોડ શોભના, ગવઈ હેતલ તેમજ અણજારા ગાયત્રીએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય જયેશભાઈ પટેલ સહિત શિક્ષકગણે અભિનંદન પાઠવ્યા હતાં. સ્પર્ધાનાં નિર્ણાયક તરીકેની ભૂમિકા શાળાનાં શિક્ષકોએ બજાવી હતી. સ્પર્ધાનાં અંતે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષક મિત્રોએ તેમજ વિદ્યાર્થીઓએ સમૂહમાં બેસી ભોજનનો સ્વાદ માણ્યો હતો.
રિપોર્ટ: વિજય પટેલ
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
