કામધેનુ યુનિવર્સિટી સી.ઓ.ઈ. ઉકાઈ ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા ૧૪/૧૦/૨૦૨૫ ના રોજ નવનિર્મિત ઉકાઈ તાલુકાના કામધેનુ યુનિવર્સિટી સેન્ટર ઓફ એક્સલન્સ ઉકાઈ ખાતે ખેતીવાડી વિભાગ દ્વારા કૃષિ વિકાસ સપ્તાહ તેમજ રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ૨૩ બારડોલીના સાંસદશ્રી પરભુભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી મિનેશ ભાઈ વસાવા, પૂર્વ પંચાયત સભ્ય શ્રીમતી સરિતાબેન વસાવા, આત્માના નિયામકશ્રી એ. કે. પટેલ, કેવીકે વ્યારાના સંશોધન અને વડા ડૉ. સી. ડી. પંડ્યા, કામધેનુ યુનિવર્સિટી સી.ઓ.ઈ. ઉકાઈના હેડ સાથે શ્રીમતી ભારતીબેન પટેલ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી ઉપસ્થિત રહ્યા હતા .

આ કાર્યક્રમમાં ખેડૂતોને રવિ સિઝનના કૃષિ પાકો અંગે આધુનિક કૃષિ ટેકનોલોજીનું માર્ગદર્શન આપવામાં આવ્યું. આ ઉપરાંત, પાક પરિસંવાદ, નવીન ટેકનોલોજી આધારિત કૃષિ પ્રદર્શનો, ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓની માહિતી અને સહાય યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other