વ્યારા આર.ટી.ઓ. કચેરી તા.૦૪/૦૬/૨૦૨૦થી રાબેતા મુજબ શરૂ

ફાઈલ તસ્વીર

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : બુધવાર: સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી વ્યારા-તાપીની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ભારત સરકારના આદેશ અને ગુજરાત સરકારના જાહેરનામાં અને પરિપત્ર અંતર્ગત વ્યારા (તાપી) એ.આર.ટી.ઓ કચેરીનું કામકાજ તા.૦૪/૦૬/૨૦૨૦થી શરૂ કરવાનું નિયત કરાયેલ છે. જ્યાં લોકડાઉન પુર્ણ થયા બાદ લોકોની સલામતિ જળવાય અને આર.ટી.ઓની સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે માર્ગદર્શક સુચનાઓનું પાલન કરવા મોટરીંગ પબ્લિકને અનુરોધ કરવામાં આવે છે.જે અંતર્ગત વાહન અને લાઇસન્સ સબંધિત કામગીરી માટે ઓનલાઇન એપોઈન્ટમેન્ટ પધ્ધતિ ફરજીયાત કરવામાં આવેલ છે. જેથી લાઇસન્સ માટેની કામગીરી અંતર્ગત જે અરજદારોની એપોઈન્ટમેન્ટ તા.૨૧/૦૩/૨૦થીતા.૦૩/૦૬/૨૦ દરિમયાન હોય તેઓએ ફરી ઓનલાઇન એપોઈન્ટમેન્ટ લેવાની રહેશે.
જયાં તા.૦૪/૦૬/૨૦ કે ત્યારબાદને એપોઈન્ટમેન્ટ હોય તેઓએ ફરી વાર ઓનલાઇન એપોઈન્ટમેન્ટ લેવાની રહેશે નહીં.અત્રે જણાવવાનું કે,અરજદારોના લર્નીંગ લાઇસન્સની સમયમર્યાદા તા. ૨૧/૦૩/૨૦ થી તા.૩૧/૦૭/૨૦ વચ્ચે પુર્ણ થયેલ હોઈ કે,થવામાં હોય તેવા અરજદારો તા.૩૧/૦૭/૨૦ સુધી ડ્રાઈવીંગ લાયસન્સ ટેસ્ટ આપી શકશે જેના માટે કોઈ વધારાની ફી ભરવાની રહેશે નહીં.
આ ઉપરાંત હાલ ફેસલેશ પધ્ધતિ થી કેટલીક સેવાઓ મેળવવાનું અમલમાં હોઈ, ત્યારે જે તે સેવા અરજદાર ઘર બેઠા મેળવે તે ઈચ્છ્નીય છે. આ સેવાઓ મેળવવા અરજદારે કચેરીએ રૂબરૂ આવવું જરૂરી નથી.પરંતુ ખાસ કિસ્સામાં કચેરીએ રૂબરૂ જવાનો પ્રશ્ન થાય તો ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લઈને જવાનું રહેશે.R.M.A.-આંતર રાજ્ય વાહન માલિકી તબદીલ, R.C-કેંન્સલ , D.A-,પરત થયેલઆર.સી મેળવવા માટે ઓનલાઈન વિકલ્પ ઉપલબ્ધ ના હોય એપોઈન્ટમેન્ટ મેળવવાની રહેશે નહી.
કોરોના મહામારીને ધ્યાને લેતાં અરજદાર આર.ટી.ઓ કચેરી પરિસરમાં એપોઈન્ટમેન્ટ પંદર મિનીટ અગાઉ અને એપોઈન્ટમેન્ટ લેટર ,હાર્ડ કોપી,કે સોફ્ટ કોપી માં રજુ કરીને જ પ્રવેશ મેળવી શક્શે. અત્રે નોંધનીય છે કે એપોઈન્ટમેન્ટ લેનાર અરજદારને જ કચેરીમાં પ્રવેશ આપવામાં આવશે. જ્યાં સાથે આવનાર અન્ય કોઈ વાલી કે વ્યક્તિને પ્રવેશ મેળવી શકશે નહીં.H.S.R.P ફિટમેન્ટ માટે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લઈને બપોરનાં ૩:૦૦ કલાક બાદ જ આર.ટી.ઓ કચેરીએ આવવાનું રહેશે.
0000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *