તાપી જિલ્લાના ભુલકાઓએ “ઓપરેશન સિંદુર” કૃતિથી રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૦. વિકાસ સપ્તાહના ભાગરૂપે સંકલિત બાળ વિકાસ સેવા યોજના, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા રાજ્ય કક્ષાનો “ભુલકામેળો” અને “પોષણ ઉત્સવ” નો ભવ્ય કાર્યક્રમ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે યોજાયો હતો.જેમાં તાપી જિલ્લા આઇસીડી એસ વિભાગના ભુલકાઓએ “ઓપરેશન સિંદુર” કૃતિ રજુ કરી રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. વિજેતા થયેલ બાળકોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા (સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ, ગુજરાત રાજ્ય) મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવશ્રી રાકેશ શંકર, માન. કમિશ્નરશ્રી રણજીતસિંહ, તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ અંતર્ગત ઝોન કક્ષાએ વિજેતા થયેલ બાળકૃતિઓ, થીમ આધારિત TLM અને THR (ટેક હોમ રાશન), તેમજ મિલેટ્સ આધારિત વાનગી સ્પર્ધાનું રાજ્ય કક્ષાએ આયોજન કરવામાં આવ્યું હતું.
આ સિદ્ધિ તાપી જિલ્લાના ICDS વિભાગ માટે ગૌરવની વાત છે તથા બાળકોમાં સર્જનાત્મકતા, પોષણ જાગૃતિ અને સમૂહિક અભિવ્યક્તિ માટે પ્રેરણારૂપ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
