માંગરોળ : વનમંત્રીની રજુઆત બાદ એક ગ્રામ પંચાયત ભવન અને પાંચ આંગણવાડીઓ મંજુર
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : માંગરોળ વિધાનસભાનાં ધારાસભ્ય અને રાજયનાં સીનીયર કેબીનેટ વનવિભાગનો હવાલો સંભાળતા ગણપતસિંહ વાસવાની રજુઆત બાદ એક પંચાયત ભવન અને પાંચ આગણવાડીઓ મંજુર કરાવી છે.
વનમંત્રીશ્રીએ માંગરોળ તાલુકાનાં બોઈદરા ગામે ગ્રામપંચાયત ભવન ઉભું કરવા માટે રજુઆત કરી હતી,જેને પગલે આ ગ્રામપંચાયત ભવન ઉભું કરવા માટે ૧૪ લાખ રૂપિયા મંજુર કરવામાં આવ્યા છે, જ્યારે ઉમરપાડા તાલુકાનાં ખાંભાબગલી,ધાણાવડ,પાંચઆંબા, જુનાંચકરા, મોટીદેવરૂપણ ગામો ખાતે આગણવાડીનાં મકાનો ઉભા કરવા માટે રજુઆત કરી હતી, રજુઆતબાદ સરકારે એક આગણવાડીનાં સાત લાખ રૂપિયા લેખે પાંત્રીસ લાખ રૂપિયા મંજુર કર્યા છે,સાથે જ આ કામો અંગેનાં ટેન્ડરો પણ પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યા છે, ઉપરોક્ત કામો મંજુર કરાવવા બદલ આ વિસ્તારની પ્રજાએ વનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો છે.