માય ભારત, તાપી દ્વારા આંતર રાષ્ટ્રીય વૃદ્ધ વ્યક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કેન્દ્રીય યુવા અને રમતગમત મંત્રાલય હેઠળના માય ભારત-તાપી દ્વારા યુવાનોને વડીલોને સારસંભાળની પ્રવૃતિઓ સાથે જોડવાના ઉદ્દેશથી સિનિયર સિટીઝન કલબ (વ્યારા નગરપાલિકા સંચાલિત) ખાતે ‘આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વ્યક્તિ દિવસ’ની ભાવનાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 100 થી વધુ વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર પ્રોગ્રામની ઉજવણી બે દિવસ સુધી ચાલી હતી અને સાથો સાથ વડીલોને વિવિધ રમતો પણ રમાડવામાં આવી હતી. કેરમ – સિંગલ અને ડબલ પુરુષો વચ્ચે સ્પર્ધા, તેજ રીતે કેરમ – સિંગલ અને ડબલ મહિલાઓ વચ્ચેની સ્પર્ધા તથા ટેબલ ટેનિસ વિગેરે રમતો રમાડવામાં આવી હતી. આ સ્પર્ધાના વિજેતા કેરમ સિંગલ ભાઈઓના નામો પ્રથમ ક્રમ – મનહરભાઈ એસ ભાવસાર, દ્વિતીય ક્રમ – સુનિલભાઈ એસ.પવાર અને તૃતીય ક્રમે – કેયુરભાઈ શાહ તથા ટેબલ ટેનિસ સિંગલ ભાઈઓમાં પ્રથમ ક્રમ – હર્ષદભાઈ પી. મિસ્ત્રી, દ્વિતીય ક્રમ – દિલેરભાઈ કે. દેસાઈ અને તૃતીય ક્રમ સંજયભાઈ એન. શાહે મેળવ્યો હતો. વિજેતા થયેલ વડીલોને માય ભારત, તાપી દ્વારા ઈનામો પણ આપવામાં આવ્યા હતા. વિશેષ ઉપસ્થિતિ તરીકે રાકેશભાઈ કાચવાલા(મહામંત્રીશ્રી, તાપી જીલ્લા ભાજપ) રાજુભાઇ શાહ (ટ્રસ્ટી જનક સ્મારક હોસ્પિટલ) મેહનુઝભાઈ જોખી (પૂર્વ પ્રમુખ વ્યારા નગરપાલિકા) સિનિયર સિટિઝન કલબના સભ્યો પણ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ માય ભારત, સુરતના નાયબ નિયામક શ્રી સચિન શર્માનાં માર્ગદર્શન હેઠળ બ્લોક યુથ કો-ઓડીનેટર વરુણ રાજપૂતએ કર્યું હતું. યુવાનો અને વડીલો વચ્ચેના બંધનને વધુ મજબૂત બનાવ્યું હતું અને વૃદ્ધજનો પ્રત્યે સન્માન અને સંવેદના દાખવવાનો સંદેશ આપ્યો હતો.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *