જી.એસ.ટી. રીફોર્મ સંદર્ભે તાપી જિલ્લા સહિત રાજ્યના અગ્રણીઓ અને ઉદ્યોગકારો સાથે મુખ્યમંત્રીએ સંવાદ સાધ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૯, તાપી. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે મંત્રીગણ સાથે રાજ્યના વિવિધ વેપારી સંગઠનો અને ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન્સ સાથે જી.એસ.ટી. ઘટાડા, વોકલ ફોર લોકલ અને સ્વદેશી અભિયાન સંદર્ભે વીડિયો કોન્ફરન્સથી સંવાદ કર્યો હતો. જેમાં તાપી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર વતી નાયબ કમિશ્નર, ઇન્ડસ્ટ્રીઝ તેમજ વિવિધ વેપારી વેપારીઓ અને પ્રતિનિધિઓ જિલ્લા સેવા સદન ખાતે આવેલા કોન્ફરન્સ હોલ ખાતેથી જોડાયા હતા.
આ સંવાદમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જી.એસ.ટી. ઘટાડાનો ફાયદો લોકોને મળે અને નાગરિકો બચતનો લાભ લઈ શકે તે માટે કરેલા આહવાનને તાપી-વ્યારાના વેપારીઓ અને ઉદ્યોગકારોએ ધંધા રોજગાર માટે સારી તક ગણાવી હતી. વેપારી અને ઉદ્યોગ સંગઠનોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેર કરેલા જી.એસ.ટી. સુધારણાને આવકાર્યો હતો અને તેનાથી દેશની વ્યવસ્થા વધુ વાઈબ્રન્ટ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
દેશને આત્મનિર્ભર બનાવવા સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ શરૂ કરાવેલા “વોકલ ફોર લોકલ અભિયાન”થી સ્થાનિક કારીગરો અને વેપારીઓને વધુ સારી કમાણી થશે તેમજ લોકલ ઇકોનોમીમાં સુધારો થશે તેવી આશા પણ વેપારી સંગઠને વ્યક્ત કરી હતી.
“સ્વદેશી અભિયાન”થી વિવિધ સ્થાનિક ઇન્ડસ્ટ્રીઅલ સેક્ટરને મોટો ફાયદો થશે તેમજ આ અભિયાન સ્થાનિક રોજગાર સાથે “આત્મનિર્ભર ભારત” માટે બૂસ્ટર ડોઝ સમાન બનશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
