દૂધ મંડળીઓ અને સેવા સહકારી મંડળીઓના સભ્યોએ બીજે દિવસે વધુ ૨ લાખ ૨૫ હજાર પત્રો લખ્યા

Contact News Publisher

સુરત અને તાપી જિલ્લાની બધી મંડળીઓ મળીને હસ્ત લિખિત ૬ લાખ ૬૦ હજાર પત્રો વડાપ્રધાનશ્રીને પોસ્ટ કરશે

 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૨૯. સમગ્ર રાજ્ય વ્યાપી પોસ્ટકાર્ડ ઝુંબેશ અંતર્ગત તાપી જિલ્લાની ૫૪૭ દૂધ મંડળીઓ તેમજ ૧૧૬ પ્રાથમિક સહકારી મંડળીના સભાસદોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને પોસ્ટકાર્ડ લખીને આભાર વ્યક્ત કર્યો છે.

મંડળીના સભાસદોએ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં લેવાયેલા પરિવર્તનકારી નિર્ણયો અને નીતિઓને બિરદાવી હતી, જેના પરિણામે ગ્રામીણ અર્થતંત્રને નવું જોમ અને ગતિ પ્રાપ્ત થશે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સહકાર મંત્રાલયની સ્થાપનાથી ગ્રામીણ અર્થતંત્રને મોટી મજબૂતી મળી છે નિર્ણયોને કારણે સહકારી મંડળીઓ વધુ સશક્ત બનીને આગળ આવી રહી છે. આ મંત્રાલય ખેડૂતોને ખૂબ જ મદદરૂપ થઈ રહ્યું છે. ખેડૂતો માટે માત્ર બિયારણ અને ખાતર જ નહીં, પણ CSC (કોમન સર્વિસ સેન્ટર) સેન્ટર પણ ચાલુ કરવામાં આવ્યું છે. આ વ્યવસ્થાથી ખેડૂતોને ગ્રામ્ય કક્ષાએ જ તમામ જરૂરી સુવિધાઓ મળી રહે છે, જેના પરિણામે ખેડૂતોને સમય અને પૈસા બંનેની બચત થાય છે.

વડાપ્રધાનશ્રીની નીતિઓ અંતર્ગત GSTમાં કરાયેલા સુધારાઓએ વેપાર અને ઉદ્યોગોને વધુ સરળ અને પારદર્શી બનાવ્યા છે. વડાપ્રધાનના નવા GST સુધારાથી ખેતીના કામમાં પણ ઘણી સરળતા થઈ છે. આ સુધારાઓ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થયા છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ સ્વદેશી અપનાવો’ના સંદેશાએ ગામડાઓમાં સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપીને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. વડાપ્રધાનશ્રી ઉદ્દેશીને લખાયેલા પત્રોમાં ગ્રામીણ અર્થતંત્રને નવી શક્તિ પ્રદાન કરતી તમામ પરિવર્તનકારી નીતિઓ માટે વડાપ્રધાનશ્રીનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરતી અભિવ્યક્તિઓ સૌ સભાસદોના હસ્તાક્ષરોથી લખવામાં આવ્યા છે.

સુરત જિલ્લા રજીસ્ટ્રાર ડી.એમ પટેલે જણાવ્યું હતું કે સુરત અને તાપી જિલ્લાની દૂધ મંડળીઓ તેમજ સહકારી બેન્કોનાના સભાસદોએ મળીને ૬ લાખ ૬૦ હજાર પત્રો લખી આદરણીય વડાપ્રધાનશ્રીને પોસ્ટ કરવાનું બીડું ઝડપેલું છે જે અંતર્ગત ગઈ કાલ સુધીમાં ૧ લાખ ૫ હજાર કરતા વધારે પત્રો દૂધ મંડળો તરફથી તેમજ ૧ લાખ ૨૫ હજાર જેટલા પત્રો સહકારી મંડળીઓના સભાસદોએ લખ્યા છે. ઉપરાંત તાપી જિલ્લા ખેડૂત ઉત્પાદન બજાર સમિતિના સભ્યોએ એક સાથે એક સમયે વ્યારા એપીએમસી હોલ ખાતે ૧૨૦૦ પત્ર લખીને પત્ર અભિયાનમાં પોતાનું યોગદાન આપ્યું હતું.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *