છેવાડાના ઉચ્છલ તાલુકાના કરોડ ગામના ડૉ. જીતેન્દ્ર ડી. વસાવાનું શૈક્ષણિક યોગદાન બદલ ગાંધીનગર ખાતે સન્માન
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા.૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી, ગાંધીનગર તથા આદિવાસી કોલેજ અને યુનિવર્સિટી અધ્યાપક મંડળ દ્વારા ડૉ.બાબા સાહેબ આંબેડકર ભવન, ગાંધીનગર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં છેવાડાના ઉચ્છલ તાલુકાના કરોડ ગામના વતની ડૉ.જીતેન્દ્ર ડી. વસાવાને તેમના શૈક્ષણિક યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા.ડૉ. વસાવાએ વર્ષ ૨૦૨૪ માં જૂનાગઢ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. પદવી પ્રાપ્ત કરી હતી. તેઓનું પ્રાથમિક શિક્ષણ (ધો.૧ અને ૨,કરોડ ગામમાં પૂર્ણ થયું હતું. ત્યારબાદ આશ્રમશાળા કલમકુઈ (અંતાપુર), માધ્યમિક શિક્ષણ પ્રગતિ વિદ્યાલય ગડત, અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સાર્વજનિક ઉચ્ચતર માધ્યમિક શાળા ઉચ્છલ ખાતે લીધું હતું. તેમણે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વ્યારા માંથી બી.એ. પૂર્ણ કર્યા બાદ ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાંથી એમ.એ. તથા એમ.ફિલ. પૂર્ણ કર્યું. બી.એડ. જોધપર (મોરબી) માંથી પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ જૂનાગઢ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. પ્રાપ્ત કરી હતી. ઉપરાંત તેમણે જી-સેટ પરીક્ષા પણ સફળતાપૂર્વક પાસ કરી છે.
શૈક્ષણિક અને સંશોધનક્ષેત્રે ડૉ. વસાવાનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. તેમણે અત્યાર સુધીમાં ૧૫ આર્ટિકલ્સ પ્રકાશિત કર્યા છે, ૪૦ જેટલા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સેમિનારોમાં પ્રસ્તુતિ આપી છે અને ત્રણ પુસ્તક અધ્યાયો પ્રકાશિત કર્યા છે.
હાલ તેઓ વનસદા કોલેજ, સમાજશાસ્ત્ર વિભાગમાં સહાયક પ્રાધ્યાપક (Assistant Professor) તરીકે સેવા આપી રહ્યા છે તેમજ ટ્રાઇબલ સ્ટડી પ્રોગ્રામમાં વિઝિટિંગ લેક્ટરર તરીકે યોગદાન આપી રહ્યા છે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો તથા શિક્ષણક્ષેત્રના આગેવાનો દ્વારા ડૉ.વસાવાના શૈક્ષણિક કાર્યને અભિનંદન પાઠવવામાં આવ્યું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
