ઓલ ઈન્ડિયા યોગાસન નેશનલ સ્પર્ધામાં નવજાગૃતિ સંસ્કૃત કોલેજ, વ્યારાના વિધાર્થીઓ પસંદગી પામ્યા
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) ; શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે તા. 26.09.2025ના રોજ ઇન્ટર કોલેજ યોગાસન સ્પર્ધા યોજાઈ હતી. જેમાં નવજાગૃતિ સંસ્કૃત મહાવિદ્યાલય (કોલેજ), વ્યારાનાં વિધાર્થીઓ (૧) નીલ અતુલભાઈ શાહ અને (૨) ભરડવા વંદના રમેશભાઈએ ઇન્ટર કૉલેજ યોગાસન સ્પર્ધા ભાગ લીધો હતો.જેમાં તેઓની નેશનલ યોગાસન સ્પર્ધામાં પસંદગી કરવામાં આવી હતી. ભાઈઓની આગામી ચેન્નાઈ ખાતે અને બહેનોની બેંગ્લોર ખાતે યોજાનાર ઓલ ઈન્ડિયા યોગાસન નેશનલ સ્પર્ધામાં આ બંને વિધાર્થીઓ ભાગ લેવા જશે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
