માંગરોળ તાલુકા ગ્રાન્ટ ઇન એઇડ શાળાનાં કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીની ચોથી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : માંગરોળ તાલુકા ગ્રાન્ટ ઇન એઇડ શાળાનાં કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીની ચોથી વાર્ષિક સાધારણ સભા શ્રી એલ. બી. શાહ વિનય વિધા મંદિર કંટવા ખાતે કેળવણી મંડળનાં મંત્રી બળવંતસિંહ જાદવનાં અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. શાળાન્ આચાર્ય અને મંડળીનાં પ્રમુખ પ્રવિણસિંહ સોલંકીએ તમામનું શાબ્દિક સ્વાગત સન્માન કર્યું હતું. મંત્રી સલીમ વલી પટેલે હિસાબ રજૂ કરતાં ડિવિડન્ડ પેટે 15 ટકા તથા બચત પર વ્યાજ 4.75 ટકા ચુકવવાની જાહેરાત કરી હતી. જેને તમામ સભ્યોએ સર્વાનુમતે મંજૂરી આપી હતી. ઉપપ્રમુખ દિપકભાઇ ચૌધરીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. સહમંત્રી હરદિપસિંહ ડુમસીયાએ સોસાયટીનાં કાયોઁની સમીક્ષા કરી જૂથ વીમા યોજના વિશે જાણકારી આપી હતી. અંતમાં રઇસભાઈએ ઉપસ્થિત સર્વે સભાસદ મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમનું સંચાલન શ્રીમતી એમ.કે.રીબડીયાએ કર્યું હતું. તમામ સ્ટાફમિત્રોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો હતો.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *