માંગરોળ : કીમ ચારરસ્તા ખાતે ગટરની સફાઇ કરતાં એક મૃતદેહ મળી આવ્યો

0
IMG-20200602-WA0031
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  : માંગરોળ તાલુકાનાં કીમ ચાર રસ્તા ખાતે એક ગટરની સફાઈ કરતી વખતે એક મૃતદેહ મળી આવતાં, આ બનાવ પ્રશ્ને સ્થાનિકોએ પોલીસેને જાણ કરતાં પોલીસ દોડતી થઈ ગઈ છે.

માંગરોળ તાલુકાના કીમ ચારરસ્તા ખાતે , હવે ચોમાસાની મૌસમ આવવાની તૈયારી છે ત્યારે પ્રિ – મુનસુનની કામગીરી શરૂ કરવામાં આવી છે, આ વિસ્તારની એક ગટરની સફાઇ જે.સી.બી. દ્વારા આજે કરવામાં આવી રહી હતી, તે દરમિયાન ગટરમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો, આ પ્રશ્ને સ્થાનિકોએ પાલોદ આઉટ પોલીસ ચોકી ખાતે જાણ કરતાં, તથા આઉટ પોલીસ ચોકીએ કોસંબા પોલીસ મથકને જાણ કરતાં પોલીસ કાફલો ઘટનાં સ્થળે પોહચી જઈ લાશનો કબજો મેળવી પી.એમ. માટેની કાર્યવાહી શરૂ કરી હતી, સાથે જ આ મૃતદેહ કોનો છે? મોત કઈ રીતે થયું ? વગેરે પ્રશ્નો પોલીસ માટે તપાસનાં વિષય બન્યા છે,જો કે પોલીસે પણ આજ દિશામાં તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *