સરકારી પોલીટેકનિક કોલેજ વ્યારા ખાતે પોષણ માસ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજે તા. 25ના રોજ તાપી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સુલોચનાબેન પટેલ મેડમના માર્ગદર્શન હેઠળ સરકારી પોલીટેકનિક કોલેજ વ્યારાના પ્રિન્સિપાલ રૂપલબેન મચૅટં મેડમ અને અનુરાગભાઈ ગામીત સાહેબના સહયોગથી સખી વન સ્ટોપ સેન્ટર તાપી દ્વારા રાષ્ટ્રીય પોષણ માસ- 2025 અને POCSO એક્ટ 2012 અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવેલ હતો. જેમાં મહિલા પોલીસ સ્ટેશન વ્યારાનાં PSI y.c.Jurgela મેડમ, સખી વન સ્ટોપ સેન્ટર તાપીના સેન્ટર એડમિસ્ટ્રેટર મધુબેન પરમાર કાકરાપાર પોલીસ સ્ટેશનની She ટીમ, જિલ્લા વિવિધલક્ષીના કેન્દ્ર સંચાલક અને સરકારી પોલીટેકનિક કોલેજ વ્યારાના લેક્ચરર ભાવિની બેન તથા સ્ટાફ હાજર રહ્યા હતા જેમાં psi Jurgela મેડમ દ્વારા શી ટીમ વિશે અને બાળ લગ્ન વિશે માહિતી આપવામા આવી હતી અને સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક મધુબેન પરમાર દ્વારા પોક્સો એક્ટ અને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આપવામાં આવતી વિવિધ સેવાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તથા મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ વિશે 181 મહિલા હેલ્પ લાઈન, 100, 112, 1930, હેલ્પ લાઈન નંબરની માહિતી આપી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *