તાપી જિલ્લા યુવા ઉત્સવમાં ભાગ લેવા માટે તા.0૪ ઓક્ટોબર સુધીમાં આવેદન કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : , તા.૨૫, રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી તાપી દ્વારા “યુવા ઉત્સવ-૨૦૨૫”નું આયોજન થનાર છે.

યુવા ઉત્સવમાં ૧૫ થી ૨૯ વર્ષની વય મર્યાદા ધરાવતા વિધાર્થી-બિન વિધાર્થી કોઇપણ યુવક યુવતિઓ ભાગ લઇ શકશે. જેમાં અ અને બ અને ખૂલ્લા વિભાગમાં વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ચિત્રકલા, હળવું કઠ્ય સંગીત, લોકવાદ્ય સંગીત, એકપાત્રીય અભિનય, હિન્દુસ્તાની શાસ્ત્રીય કંઠ્ય સંગીત, ભારતનાટયમ તથા કથ્થક જેવી કુલ ૯ સ્પર્ધાઓ યોજાશે. જયારે પાદપુર્તિ, ગઝલ/શાયરી લેખન, કાવ્ય લેખન, દોહા/છંદ/ચોપાઇ, લગ્ન ગીત જેવી ૫ સ્પર્ધાઓ માત્ર ૨૦ થી ૨૯ વર્ષ સુધીના “બ” વિભાગ માટે યોજાશે. તેમજ લોકવાર્તા, સર્જનાત્મક કારીગરી, ભજન, સમૂહ ગીત જેવી ૧૯ સ્પર્ધાઓ ખુલ્લા વિભાગમાં યોજાશે. સ્ટોરી રાઈટીંગ, ડેકલેમેશન અને વિજ્ઞાન મેળા જેવી સ્પર્ધાઓ સીધી જિલ્લા કક્ષાએ યોજાશે. કોઈપણ સ્પર્ધક માત્ર એક જ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.

સ્પર્ધાઓ તાલુકા, જિલ્લા, પ્રદેશ અને રાજ્ય કક્ષા એમ ચાર તબક્કામાં યોજાશે. જિલ્લામાં ભાગ લેનારોએ પોતાની એન્ટ્રીઓ તા. ૦૪/૧૦/૨૦૨૫ સુધી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જિલ્લા સેવા સદન, બ્લોક નં.૬ પાનવાડી, વ્યારા ખાતે મોકલવાની રહેશે.ભાગ લેનારે નિયત નમૂનાનું ફોર્મ, આધાર કાર્ડ, બેંક પાસબુક વગેરે સાથે રાખી ફોર્મ તા.૪ ઓક્ટોબર સુધીમાં કચેરી ખાતે જમા કરવવાનું રહેશે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *