દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના 75માં જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયા અંતર્ગત વિનામૂલ્યે હોમિયોપેથીક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  સી.એન.કોઠારી હોમિયોપેથીક મેડિકલ કોલેજ સંલગ્ન કાળીદાસ હોસ્પિટલ અને ભારતીય જનતા પાર્ટી ના સંયુક્ત ઉપક્રમે હેલ્થ ચેકઅપ કેમ્પ નું યોજાયો. જેમાં અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંસ્થાના ટ્રસ્ટી સ્વ.જગદીશભાઈ ચંદુલાલ શાહની પુણ્યતિથિ તેમજ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત ના સંયુક્ત ઉપક્રમે સેવા પખવાડિયું હેલ્થ ચેકઅપ કેમ્પ તા. ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫, શનિવારે તડકુવા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે આરોગ્ય સેવા પખવાડિયા સેવા પખવાડિયા કેમ્પનું તથા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પની શરૂઆત સંસ્થાના ટ્રસ્ટી શ્રી કેયુરભાઇ શાહ અને કોલેજના પ્રિન્સિપાલ ડૉ.જ્યોતિ રાવ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આરોગ્ય તપાસણી કાર્યક્રમ દરમિયાન સી.એન.કોઠારી હોમિયોપેથીક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, વ્યારાના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને બિસ્કિટ્સ તથા સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

હોમિયોપેથીક હેલ્થ ચેકઅપ અને હોમિયોપેથીક કેમ્પનું હોમિયોપેથીક ડૉક્ટરો તથા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તપાસણી કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. જ્યોતિ રાવના માર્ગદર્શન હેઠળ તથા કેમ્પ કમિટી વડા ડૉ. દિક્ષિતા ઉપાધ્યાય અને તેમની ટીમના સંચાલનમાં પૂર્ણ કરવામાં આવ્યો હતો.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *