વરસાદ હળવો થતાં તાપી જિલ્લા માર્ગ અને મકાન (પં) વિભાગ  હસ્તક આવેલ વાલોડ પેટા વિભાગ દ્વારા પૂરજોશ ડામર પેચ અને જંગલ કટિંગની કામગીરી હાથ ધરાઈ 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં થયેલ ભારે વરસાદના કારણે જાહેર રસ્તાઓને ભારે નુકસાન થયું હતું, પરંતુ હાલે વરસાદ ઓછો થતા, જિલ્લા પંચાયત તાપીની બાંધકામ શાખા દ્વારા તરત સંજ્ઞાનમાં લઈ પૂર્વ આયોજન કરી નુકસાન પામેલ ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર  તાપી પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડામર પેચ, ઝાડી-ઝાંખરા કટિંગની કામગીરી પુર જોશમાં શરૂ કરવામાં આવતા ગ્રામજનોને રસ્તા પર અવરજવરમાં થતી મુશ્કેલીઓ દૂર થઈ હતી. ચોમાસાના વરસાદે વિરામ લીધા બાદ માર્ગ અને મકાન વિભાગ(પંચાયત) દ્વારા યુદ્ધના ધોરણે પૂર્વ આયોજન કરી ડામર પેચથી રસ્તાઓના મરામતની કામગીરી શરૂ કરી ટૂંક સમયમાં પૂર્ણ કરવા બાંય ચડાવી. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ગામડાઓ  વાલોડ, કોસંબીયા,કુંભીયા, મોરદેવી, દાદરીયા, પેલાડ બુહારી, ધામોદલા,  જેવા અનેક ગામોમાં ચોમાસાના વરસાદ બાદ થયેલ રસ્તાના નુકશાનનું પેચવર્ક અને ઝાડી ઝાંખરા કટિંગ કરવાનું કામ યુદ્ધના ધોરણે આદરવામાં આવ્યું છે. આવા રસ્તા પર વાહનો ચલાવવા મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યારે તાપી જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમારકામ કરાતા વાહન ચાલકોને વાહન ચલાવવામાં સરળતા જોવા મળી રહે એ હેતુથી ઝડપથી ડામર પેચ કામગારી કરાઈ રહી છે. ગ્રામીણ વિસ્તારો હોય કે શહેરી માર્ગો હોય, ભારે વરસાદ બાદ રસ્તાઓના ધોવાણથી કે ક્ષતિ થવાથી વાહન ચાલકોને હાલાકી ભોગવવી ન પડે તે માટે તૂટેલા રસ્તાઓનુ સમારકામ કરાયું હતું. વરસાદથી અસરગ્રસ્ત થયેલ રસ્તાઓની મરામત કામગીરી માટે બાંધકામ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કાર્યરત થયું છે. ત્યારે વરસાદે વિરામ લેતાં બિસ્માર રસ્તાઓ ઉપર તંત્ર દ્વારા પેચવર્ક શરૂ કરી રસ્તા સરખા કરાઈ રહ્યા છે. તો બીજી બાજુ વરસાદના કારણે રોડ ઉપર ધોવાણ થઈ પડેલા ખાડાઓ પણ પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જયારે થોડા સમય પૂર્વે ભારે વરસાદથી અસરગ્રસ્ત થયા હોય તેવા રસ્તાઓની તાપી જિલ્લામાં છેલ્લા થોડાં દિવસોથી મરામતની કામગીરી ચાલી રહી છે. ત્યારે હાલ ઠેર ઠેર ડામર પેચવર્ક અને ઝાડી ઝાંખરા કટિંગ સહિતની કામગીરી શરૂ કરાઇ છે. જિલ્લા માર્ગ અને મકાન દ્વારા રસ્તા પર ડામર પેચવર્ક તથા ઝાડી- ઝાંખરા કટિંગ કરીને વાહનચાલકો માટે રસ્તાઓ પૂર્વવત કરવામાં આવી રહ્યા છે.

ડામર પેચવર્કની કામગીરી

૧. વાલોડ કોસંબીયા કુંભીયા મોરદેવી રોડ તા.વાલોડ, ૨. દાદરીયા એપ્રોચ રોડ તા.વાલોડ, ૩. વાલોડ ઇન્ટરનલ રોડ તા.વાલોડ

  • જંગલ કટીંગની કામગીરી

૧. વાલોડ કોસંબીયા કુંભીયા મોરદેવી રોડ તા.વાલોડ, ૨. દાદરીયા એપ્રોચ રોડ તા.વાલોડ, ૩. રાનવેરી નાલોઠા કેળકુઇ રોડ તા.વાલોડ, ૪ અંધાત્રી ગોડધા જોઇનિંગ હથુકા ગોડધા અધ્યાપોર રોડ તા.વાલોડ, ૫. વાલોડ કણજોડ વડીયા જામણીયા રોડ તા.વાલોડ, ૬. રોડ ફ્રોમ એસ.એચ.ટુ ટાંકલી ફળીયા રોડ તા.વાલોડ

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *