સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લામાં કચરા વ્યવસ્થાપન અંગેના કામોનું ખાતમુહર્ત તેમજ વ્યક્તિગત શૌચાલના મંજુરી પત્ર આપવામાં આવ્યાં
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : સ્વચ્છ ભારત મિશન’ ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશમાં જનજાગૃતિ અર્થે રોજ જુદી-જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ના ‘સ્વછતા હી સેવા -૨૦૨૫’ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ ડાંગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા જળવાઇ રહે તે માટે ગ્રામ્ય કક્ષાએ શોકપીટ, કિચન ગાર્ડન અને અન્ય તમામ પ્રવાહી કચરા વ્યવસ્થાપન અસ્ક્યામતો નું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા લાભાર્થીઓને વ્યક્તિગત શૌચાલયના મંજૂરી પત્ર અને પૂર્ણતા પ્રમાણપત્ર પણ વિતરણ કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં લાભાર્થીઓ ગ્રામજનો ગ્રામ પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ સાથે જ સ્વચ્છતા અંગેના શપથ પણ લેવામાં આવ્યાં હતાં.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
