વ્યારા નગરપાલિકા ખાતે લોક કલ્યાણ મેળો યોજાયો

Contact News Publisher

લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓથી માહિતગાર કરાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૯. આજ રોજ વ્યારા નગરપાલિકા ખાતે લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.મેળામાં પી.એમ. સ્વનિધિ યોજના અને લોક કલ્યાણ મેળા અંગે લાભાર્થીઓને વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે તાપી જિલ્લાના લીડ બેંક મેનેજરે જીવન જ્યોતિ યોજના, જીવન સુરક્ષા યોજના અને જન ધન યોજના વિષે લાભાર્થીઓને વિસ્તૃત સમજુતી આપી હતી.

આ પ્રસંગે બાંધકામ સમિતિના ચેરમેન,અન્ય હોદ્દેદારો,જિલ્લા લીડ બેંક મેનેજર, આરોગ્ય વિભાગના કર્મચારી, બેંકના પ્રતિનિધિઓ તેમજ જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનું સફળ સંચાલન વ્યારા નગરપાલિકા અને NULM ની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *