માંડવી-સોનગઢ-ઉકાઈ-શેરૂલ્લા રસ્તા પર આવેલ હિન્દુસ્તાન બ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

Contact News Publisher

સોનગઢથી માંડવી જવા માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૯. માંડવી-સોનગઢ -ઉકાઈ -શેરૂલ્લા રસ્તાનો તાપી નદી ઉપર આવેલ હિન્દુસ્તાન બ્રિજ ચકાસણી દરમિયાન તેની કન્ડિશન નબળી જાણતા ટ્રાફિક સલામતીની દ્રષ્ટિએ આવશ્યક હોવાથી આ બ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકવા તથા આ રસ્તા પરથી પસાર થતા વાહનોને અન્ય વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરવા માટેનું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામુ બહાર પડ્યું હતું.

આ જાહેરનામાં અનુસાર સોનગઢથી માંડવી જવા માટે સોનગઢ થી ઇન્દુ (વ્યારા) એન.એચ.એ.આઇ.-૫૩ (૧૯૦૦ કિ.મી.) તથા ઇન્દુથી માંડવી (ઊંચામાળા બેડકુવા-રતનીયા-તરસાડા) એન.એચ.-૫૬ (૨૭.૦૦ કિ.મી.) રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.

આ જાહેરનામું આગામી તા. ૧૪.૧૧.૨૦૨૫ સુધી અમલમાં રહેશે. નાગરિકો માટે મુશ્કેલી ન સર્જય તે માટે દિશા સુચક બોર્ડ, સલામતી અંગેની જાહેરાતનાં બોર્ડ કાર્યપાલક ઇજનેરશ્રી, મા.મ.સ્ટેટ, વિભાગ, તાપી દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *