સી.ઓ.ઈ. ઉકાઈ કેન્દ્ર ખાતે ડાંગર સાથે માછલીપાલન વિષય પર નિદર્શન કાર્યક્રમનું આયોજન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એકવાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ દ્વારા ચોખા(ડાંગર) સાથે મત્સ્યપાલન વિષય પર કેન્દ્ર નજીકના વિસ્તારના ખેડૂતોને ક્ષેત્રીય નિદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં આ વિસ્તારના કુલ ૨૪ ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા. દક્ષિણ ગુજરાતમાં પહેલીવાર ડાંગર સાથે માછલીપાલન વિષય પર ક્ષેત્રીય પ્રશિક્ષણ રાખવામાં આવેલ હતુ. ડાંગર સાથે માછલીપાલન કરવાથી ખેડૂતોને ખરેખર વધારે નફો મેળવી શકે તેમ છે, તેમજ આ કરવાથી ખેતરોમાં રાસાયણિક ખાતરોનું વપરાશ પર નિયંત્રણ લાવી શકાય તેમ છે.
આંધ્રપ્રદેશ રાજ્યના મોટાભાગના ખેડુતો ડાંગર સાથે માછલીપાલન કરે છે. આજના કાર્યક્રમમાં ડૉ. રાજેશ વસાવા (વરિષ્ઠ સંશોધન સહાયક) સી.ઓ.ઈ ઉકાઈ કેન્દ્ર દ્વારા ઉપસ્થિતિઓને ડાંગર સાથે માછલીપાલન કરવાની વિવિધ પદ્ધતિઓ પર ક્ષેત્રીય પ્રશિક્ષણ આપવામાં આવ્યો. સદર કાર્યક્રમમાં ડો. કિરણ જોરા (મદદનીશ પ્રાધ્યાપક), કુ. રીતિકા ટંડેલ (ટ્રેનિંગ આસિસ્ટન્ટ) ઉપસ્થિત રહેલ હતા. સદર કાર્યક્રમ ડો. સ્મિત લેન્ડે, હેડ સી. ઓ. ઈ. ના માર્ગદર્શન હેટળ પૂરું કરવામાં આવ્યું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
