“સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત ડોલવણ ખાતે આરોગ્ય કેમ્પનું ઉદ્ધાટન કરવામાં આવ્યું

Contact News Publisher

આજથી ૧૫ દિવસ સુધી સમગ્ર જીલ્લામાં મહિલાઓના સ્વાસ્થ્ય અંગેની વિવિધ સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) ; તા.૧૭. દેશના આરોગ્ય પરિપ્રેક્ષ્યમાં પરિવર્તન લાવવાના આશયથી ૮મા રાષ્ટ્રીય પોષણ મહિનાની ઉજવણી અને સ્વસ્થ નારી સશક્ત પરિવાર પખવાડિયાનો સમગ્ર ગુજરાતની સાથે તાપી જિલ્લામાં ડોલવણના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી આજરોજ શુભારંભ કરવામાં આવ્યો હતો. માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિન તા.૧૭ સપ્ટેમ્બર થી શરૂ કરીને ૨ ઓક્ટોબર સુધી રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સૌજન્યથી આરોગ્ય અને આયુર્વેદ વિભાગ તાપી દ્વારા માતા અને બાળકના આરોગ્યને મજબૂત બનાવવા આશયથી કલ્યાણકારી કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. આ અભિયાન અંતર્ગત મહિલાઓ અને બાળકો માટે વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ તેમજ રસીકરણ સુવિધાઓ આપવામાં આવશે. ઉપરાંત આ પખવાડિયા દરમિયાન વિનામૂલ્યે X-RAY, આયુષ્માન કાર્ડ, વય વંદના કાર્ડ, આભા કાર્ડ, મમતા કાર્ડ ઉપરાંત NCD સ્ક્રીનીંગ, TB સ્ક્રીનીગ, એનીમિયા સ્ક્રીનીંગ જેવી સુવિધાઓ આપવામાં આવશે.

તાપી જિલ્લાના ૬ સામુહિક આરોગ્ય કેન્દ્ર, ૩૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૨૪૨ સબ સેન્ટર તેમજ વ્યારા ખાતે આવેલા ૧ અર્બન આરોગ્ય કેન્દ્ર સહિતના તમામ કેન્દ્રો ખાતે આજથી શરૂ થતા પખવાડિયા સુધી આ મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ફિઝિશિયન, જનરલ સર્જન, ગાયનેકોલોજિસ્ટ, પીડિયાટ્રિશિયન, ઈ.એન.ટી સ્પેશિયલિસ્ટ, ડેન્ટલ સર્જન, ડાર્મેટોલોજિસ્ટ, સાયકિએટ્રિસ્ટ જેવા તજજ્ઞો દ્વારા આરોગ્ય બાબતે સ્ક્રીનીંગ, રકતદાન, નિ:ક્ષય મિત્ર નોંધણી જેવા કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. કાર્યક્રમની સાથે સ્વચ્છતા અંગે વિશાળ રેલી તેમજ રેફરલ હોસ્પીટલના પ્રાંગણમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આવા કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે ૧૭૧– વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ કોંકણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ખ્યાતી પટેલ, મુખ્ય આરોગ્ય અધિકારી ડો.અનીલ વસાવા તેમજ અન્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, આંગણવાડી કાર્યકરો અને મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો જોડાયા હતા.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *