પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય, બોરખડી ખાતે ધોરણ ૯ અને ૧૧ માં પ્રવેશની ઓનલાઇન અરજી શરૂ

Contact News Publisher

વર્ષ ૨૦૨૬-૨૭ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫ તેમજ તા. ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ પ્રવેશ પરીક્ષા લેવાશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૧૬. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળની સ્વાયત્ત સંસ્થા પીએમ શ્રીસ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય, બોરખડી ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે ધોરણ–૯ માં ખાલી પડેલ તથા ધોરણ–૧૧માં ભવિષ્યમાં ખાલી થનાર બેઠકો માટે પ્રવેશ માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. www.navodaya.gov.in. https://cbseitms.nic.in/2025/nvsix9 અને https://cbseitms.nic.in/2025/nvsxi11 અથવા જવાહર નવોદય વિદ્યાલય, બોરખડી, જિ. તાપીની વેબસાઈટ https://www.navodaya.gov.in/nvs/nvs school/tapi/en/home પર થી પણ ભરી શકાશે. જેની ઓનલાઈન અરજીપત્ર કરવાની છેલ્લી તા.૨૩.૦૯. ૨૦૨૫ છે.

ધોરણ- ૯ ની પ્રવેશ પરીક્ષાનું આવેદનપત્ર ભરવા માટે વિદ્યાર્થી શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માં ધોરણ-૮ માં તાપી જિલ્લાની કોઈ પણ સરકારી અથવા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ. પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીનો જન્મ તા. ૦૧.૦૫. ૨૦૧૧ અને ૩૧.૦૭. ૨૦૧૩ વચ્ચે (બંને દિવસો સહિત, તમામ કેટેગરી માટે) હોવો જોઈએ.

ધોરણ- ૧૧ ની પ્રવેશ પરીક્ષાનું આવેદનપત્ર ભરવા માટે વિદ્યાર્થી શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માં ધોરણ- ૧૦ માં તાપી જિલ્લાની કોઈ પણ સરકારી અથવા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત શાળામાં (CBSE અથવા અન્ય કોઈપણ રાજ્ય શિક્ષણ બોર્ડ/અન્ય સરકાર સાથે સંલગ્ન માન્ય બોર્ડ) અભ્યાસ કરતો હોવો જોઈએ. પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીનો જન્મ તા.૦૧. ૦૯.૨૦૦૯ અને ૩૧.૦૭.૨૦૧૧ વચ્ચે (બંને દિવસો સહિત, તમામ કેટેગરી માટે) હોવો જોઈએ.

ધોરણ-૯ અને ધોરણ-૧૧ માં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા તારીખ ૨૭.૦૨.૨૦૨૬ શનિવારનાં રોજ લેવામાં આવશે. પરીક્ષાને લગતી અન્ય કોઈ પણ માહિતી માટે શાળાના ફોન નં 02625-233280 પર સંપર્ક કરવાનો રહેશે એમ જવાહર નવોદય વિદ્યાલય, બોરખડીની અખાબરી યાદીમાં જણાવાયું છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *