VNSGUનાં સમાજશાસ્ત્ર વિભાગમાં સામાજિક સંશોધનમાં એમ. એસ. એક્સેલનો ઉપયોગ વિષય પર એક દિવસીય કાર્યશિબિર યોજાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ડૉ. કિશોરસિંહ ચાવડા સાહેબ, કુલ સચિવ શ્રી ડૉ. રમેશદાન ગઢવી સાહેબ અને સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. મધુભાઈ ગાયકવાડ સાહેબની પ્રેરણાથી સમાજશાસ્ત્ર વિભાગમાં “સામાજિક સંશોધનમાં એમ. એસ. એક્સેલનો ઉપયોગ” વિષય પર એક દિવસીય કાર્યશિબિર યોજાઈ. જેમાં રિસોર્સ પર્સન તરીકે ડૉ.શીતલ પટેલ (આસિસ્ટન્ટ પ્રોફેસર, આંકડાશાસ્ત્ર વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી – સુરત) દ્વારા સંશોધન કાર્ય માટે ઉપયોગી એવા આંકડાશાસ્ત્રીય ખ્યાલો અને તકનિકો સહિત ડેટા એનાલિસિસ માટે કમ્પ્યુટર સોફ્ટવેર પૈકી એમ. એસ. એક્સેલ અને JAMOVI (જામોવિ)નો પ્રાયોગિક ઉપયોગ વિષેની ખૂબ જ ગહન અને રસપૂર્વકની તાલીમ આપી. આ તાલીમમાં સમાજશાસ્ત્ર વિષયમાં ગુણાત્મક અને સંખ્યાત્મક સંશોધનના કિસ્સાઓમાં સોફ્ટવેર કઇ રીતે ઉપયોગી બની શકશે તે અંગેનુ વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું દિશાસૂચન ડૉ. અરુણ પંડયા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું અને કોઓર્ડિનેશન પ્રા. પરેશ એસ. સાળવે અને ડૉ. જિતેન્દ્ર વસાવાએ કર્યુ હતું. આ કાર્યક્રમમાં વિભાગના સૌ અધ્યાપકોએ સહયોગ આપ્યો હતો. આ વર્કશોપમાં એમ.એ. અને પીએચ.ડી.ના સંશોધાનાર્થીઓએ ભાગ લઇ પ્રશ્નોતરી કરી પોતાની સંશોધનાત્મક જિજ્ઞાસાઓ વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે આભારવિધિ વિભાગના અધ્યાપક ડૉ. જિતેન્દ્ર વસાવાએ કરી હતી.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *