ઉકાઈ ૧૦૮ ટીમ દ્વારા અતિ જોખમી પ્રસૂતાને પ્રોટોકોલ મુજબ નોર્મલ ડિલિવરી એમ્બ્યુલન્સમાં કરવામાં આવી
સગર્ભાની ગંભીર પરસ્થિતિ હોવા છતાં સમય સૂચકતા દાખવીને ૧૦૮ એમ્બ્યુલન્સ નોર્મલ પ્રસૂતિ કરાવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઉકાઈ લોકેશન પર ફરજ બજાવતા 108 એમ્બ્યુલન્સ ના ઇએમટી અને પાયલોટે પોતાની સમય સૂચકતા અને કુશળતા થી એક મહિલા અને તેમના નવજાત શિશુનો જીવ બચાવ્યો છે. સેરુલા બસટોપ ફળિયામાંથી સુનીલભાઈએ ૧૦૮ નંબર પર ફોન કર્યો અને જણાવ્યું કે સુનિતાબેન ને પ્રસૂતાનો દુખાવો શરૂ થયો છે અને તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સની જરૂર છે.
108 માં ફોન આવતા જ ઉકાઈ લોકેશનના 108 ના ઇએમટી હીના વસાવા અને પાયલોટ રાજેન્દ્ર ગામીત એમ્બ્યુલન્સ લઈને તાત્કાલિક સેરૂલા બસ-સ્ટોપ પર પહોંચી ગયા જ્યાં પ્રસુતા સુનિતાબેન ને હોસ્પિટલ લઈ જવાની તૈયારી કરાઈ હતી. એવામાં સુનિતાબેન મમતા કાર્ડમાં અતિ જોખમી સગર્ભાના ચિન્હો હોવાથી તેમને વ્યારા જનરલ સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા હતા. પરંતુ સુનિતાબેન ને ડિલિવરીનો અસહ્ય દુખાવો થતા ઈએમટી હિના વસાવા દ્વારા ફિઝિશિયન ને કોલ કરીને વાત કરતા એમ્બ્યુલન્સ રસ્તા બાજુમાં ઉભી રાખીને ડિલિવરી કરાવવાની ફરજ પડી હતી. જેથી પાયલોટ ભાઈએ એમ્બ્યુલન્સ રસ્તાની સાઇડ પર ઉભી કરી અને નોર્મલ ડિલિવરી માટેનું તૈયારીઓ કરી ત્યારબાદ ૧૦૮ ઓફિસ પર ERCP ડોક્ટર ની તાત્કાલિક ટેલિફોનિક યોગ્ય સલાહ સુચન લઇ અને યોગ્ય લીધેલ તાલીમ દ્વારા નોર્મલ ડિલિવરી કરાવી અને બેબી ડિલિવર થયા પછી બેબી રડતું ન હતું તેથી બેબી ને પાછળના ભાગમાં થોડો રબ કરીને બેબી ને સક્સન કરાયુ. ત્યારબાદ બેબી રડતું થયુ અને હોસ્પિટલમાં સારી રીતે દાખલ કરાયુ. પરિવારના સભ્યોએ 108 નો આભાર માન્યો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
