કામરેજની વાવ પ્રાથમિક શાળાને ₹ 1,50,000 નાં યુનિફોર્મનું માતબર દાન 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત કામરેજ તાલુકાની PMશ્રી વાવ પ્રાથમિક શાળાને દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ 300 વધારે જરૂરિયાતમંદ બાળકો માટે યુનિફોર્મનું દાન પ્રાપ્ત થયેલ છે. ગામનાં સ્વ. માલીબેન ગોરધનભાઈ ભક્તનાં સ્મરણાર્થે ધનજીભાઈ ભીખાભાઈ ભક્ત (હાલ U.S.A)નાં હસ્તે તેમજ સ્વ. દેવેન પ્રભુભાઈ ભક્તનાં સ્મરણાર્થે તેમનાં પિતા પ્રભુભાઈ છોટુભાઈ ભક્તનાં હસ્તે શાળાનાં આશરે 300 જેટલાં જરૂરિયાતમંદ બાળકોને ₹ 1,50,000 નાં માતબર દાનથી ઉચ્ચ ગુણવત્તાવાળા યુનિફોર્મ ભેટ આપવામાં આવ્યા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે વાવ પ્રાથમિક શાળાની હાલની અદ્યતન સુવિધાયુક્ત ઈમારત જીવાભાઇ શ્યામભાઈ ભક્ત અને તેમનાં પરિવાર દ્વારા આશરે બે કરોડનાં ખર્ચે બનાવી આપવામાં આવેલ હતી. અંતમાં શાળાનાં આચાર્ય પ્રજ્ઞાબેન પટેલે બાળકો તથા સ્ટાફગણ વતી દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટ: વિજય પટેલ

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *