તાપી જિલ્લામાં ૧૭ સપ્ટેમ્બરથી સ્વસ્થ ગુજરાત-મેદસ્વિતા મુકત ગુજરાત અભિયાન અંતર્ગત ૩૦ દિવસીય શિબિરનો પ્રારંભ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 12. તાપી જિલ્લામાં ૧૭ સપ્ટેમ્બરથી ૧૬ ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુકત ગુજરાત” અભિયાન અંતર્ગત ૩૦ દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના સિનિયર સિટીઝન હોલ (ગાયત્રી મંદિર પાસે) તથા સોનગઢ તાલુકાના કોમ્યુનિટી હોલ ખાતે દરરોજ સવારે ૬:૩૦ થી ૮:૦૦ કલાકે મેદસ્વિતા મુકત શિબિર યોજાશે.
નોંધનીય છે કે, વડાપ્રધાનશ્રી ના ૭૫માં જન્મદિવસ નિમિત્તે સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫થી ૧૬ ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન મેદસ્વિતા દૂર કરવા માટે સમગ્ર ગુજરાતમાં ૭૫ સ્થળોએ લોકો સાથે ૩૦ દિવસીય રીઝલ્ટ ઓરિએન્ટેડ મેદસ્વિતાનું કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
આ કેમ્પનો હેતુ લોકોને યોગ અને આહારથી મેદસ્વિતા કઈ રીતે દૂર કરવી તે માટેના આસનો, પ્રાણાયામ, ડાયટ વિગેરે માહિતી આપવાનો છે.
વધુ માહિતી માટે તાપી જિલ્લા કોર્ડીનેટર: જ્યોતિબેન મહાલે(૯૯૦૯૧૧૮૮૭૦)નો સંપર્ક કરવાનો રહશે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

